મુંજાણી જે’દિ માં જણી , તે’દિ કાળો વર્તાવ્યો કેર
ઈ તો ભાણા કરી તે ભેર (ને) ડુંડા જેમ વાઢીયા ડફેર
*આહીર કુળ ઉજાળીયુ, દુશ્મન ને માર્યા ઠાર*
*દિલ થી ચારણ રામદાંતી ભણે,તમને રંગ છે આહીર રાણ
આશરે સાડા ચારસો વર્ષ પહેલા ની વાત છે.
એ સમયે કાઠિયાવાડ વિસ્તાર માં વારંવાર ડફેરો નો ખુબ જ ત્રાસ હતો.આ ડફેરો ઊંટો ઉપર સવાર થઈ ને આવતા અને વારંવાર ગામો તથા ખેતરો માં લુંટમાર કરતા હતા.ત્યારે અમરેલી ના બગસરા થી આગળ આથમણી દિશાએ રાયડી નામ નુ ગામ છે.જે બગસરા પાસે ના સુડાવડ ગામ પાસે આવ્યુ હોવાનું મનાય છે. આ રાયડી ગામ માં વર્ષો પહેલાં આહીર દેવાણંદઆતા પરડવા નો પરિવાર વસવાટ કરતો હતો.આ દેવાણંદઆતા પરડવા ને સંતાનો માં બે દીકરા અને એક દીકરી હતી.તેમના મોટા દીકરા નુ નામ ભાણાભાઈ તથા નાના દીકરા નુ નામ ભગાભાઈ હતુ અને દીકરી નુ નામ સોનબાઈ હતુ.
આ સોનબાઈ ઉંમર માં ભગાભાઈ કરતા મોટા હતા અને વીર ભાણાઆતા પરડવા કરતા તે નાના હતા.
એકવાર એવું બન્યું કે વીર ભાણાઆતા રાત્રે
તેની વાડીએ(ખેતર) માં હતા.ત્યારે ૧૮ જેટલા
ડફેર બારવટીયાઓ ત્યાં થી નીકળ્યા અને તેઓને
ખેતર માં લૂટ કરવા ના ઈરાદા થી વીર ભાણાઆતા પરડવા સાથે પહેલાં થોડી બોલાચાલી થઈ અને પછી તે ૧૮ જેટલા ડફેર બારવટીયાઓ સાથે
આહીર ભાણાઆતા પરડવા ને ધીંગાણુ થયુ.
વીર ભાણાઆતા પરડવા એ આ બધા ડફેર બારવટીયાઓ ને સામી છાતીએ એકલા હાથે
લડી ને આ બધા ડફેરો ને ભગાડી દીધા હતા.
ત્યારબાદ તે બારવટીયાઓ વીર ભાણાઆતા પરડવા સામે પોતાની હાર નો બદલો લેવા માટે ઘણા સમય થી કોઈ સારા મોકા ની રાહ જોઈ
રહ્યા હતા.
એક દિવસ વીર ભાણાઆતા પરડવા તેમના બહેન સોનબાઈ ને સાસરે થી તેડી ને તેમના ગામ રાયડી આવતા હતા.ત્યારે આ ભાઈ બહેન શાપર સુડાવડ ગામ ના રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા અને જે પેલા ડફેર બારવટીયાઓ કે જેને વીર ભાણાઆતા પરડવા એ એકલા હાથે લડી ને ભગાડી દીધા હતા.
એટલે આ બધા ડફેરોએ આનો બદલો લેવા માટે ત્યારે ફરી થી આ ભાઈ બહેન ને લુટવા ના ઈરાદા થી પછી ૧૮ થી વધુ ડફેર બારવટીયાઓએ ભેગા થઈ ને તેમના ટોળાએ આ બન્ને ભાઈ બહેન ને
ઘેરી લીધા. વીર ભાણાઆતા ઘોડી ઉપર હતા અને તેમના બહેન બળદગાડા માં હતા. પહેલાં તો આ ડફેરોએ વીર ભાણાઆતા પાસે ઘોડી ની માંગણી કરી અને તેમણે આ ડફેરો ને ઘોડી દેવા ની ના પાડી દીધી.પછી આ ડફેરોએ વીર ભાણાઆતા ના બહેન સોનબાઈ ની છેડતી કરવા નુ નક્કી કર્યુ.
પછી તો આ આહીર ના શુરવીર દીકરા ભાણાતા પરડવા ને શુરાતન ચડ્યુ અને એકલા હાથે જ વીર ભાણાઆતાએ ફરી થી ભેગા થયેલા આ ૧૮ થી વધુ ડફેર બારવટીયાઓ સાથે સામી છાતીએ ધીંગાણુ કર્યું અને તેમણે એકલા હાથે જ અઢાર જેટલા ડફેરો (બારવટીયાઓ) ના ત્યાં ઢીમ ઢાળી દીધા (યમલોક પહોચાડી દીધા).એટલે અમુક ડફેરો તો વીર ભાણાઆતા નુ આ કાળજાળ રૂપ જોઈ ને ત્યાં થી ભાગી ગયા અને અમુક ડફેરો ત્યાં આસપાસ છુપાઈ ગયા.પણ કોઈ એક ડફેર બારવટીયાએ વીર ભાણાઆતા પરડવા ઉપર પાછળ થી તલવાર નો વાર કર્યો અને પોતાનો દેહ ખુબ ઘાયલ હોવા છતાં સામી છાતીએ લડતા લડતા તેઓ(ભાણાઆતા) વિરગતિ ને પામ્યા.
પછી તો સતિઆઈ(સોનબાઈ) પણ ત્યાં છુપાયેલા અમુક બારવટીયાઓ સાથે લડે છે અને બાકી બચેલા બારવટીયાઓ ત્યાં થી ભાગી જાય છે.
ત્યારબાદ એવી બે વાત પ્રચલીત છે કે
વીર ભાણાઆતા પરડવા ના બહેન સોનબાઈ
(સતિઆઈ) પોતાના વિર(ભાઈ) ના વિરહ માં તેમના ભાઈ નુ માથું તેના ખોળામાં રાખી ને પોતે જ પોતાના પેટ માં કટાર પરોવી ને પોતાના પ્રાણ ની આહુતિ આપે છે અને તે સતિ થઈ જાય છે.
બીજી વાત એવી પણ છે કે બેન સોનબાઈ માં (સતિઆઈ માં) પરડવા કુટુંબ ના કુળદેવી એવા
શ્રી આશાપુરા માતાજી ને યાદ કરી ને પોતાના ભાઈ નુ માથું તેના ખોળામાં રાખે છે. પછી સોનબાઈ ના
સત થી તેના પગ ની દસેય આંગળીયે દીવા પ્રગટે છે અને તે સતિ થઈ જાય છે.
આજે બન્ને ભાઈ બહેન વિર ભાણાઆતા પરડવા અને બેન સતિઆઈ માં(સોનબાઈ) ની ખાંભી અમરેલી ના બગસરા મુકામે શાપર-સુડાવડ ગામ ના મારગે એક સીમ(ખેતર) માં આવેલી છે અને વિર ભાણાઆતા સુરાપુરા થઈ ને પરડવા પરિવાર માં પુજાય છે તથા તેમની સાથે તેમના બેન શ્રી સતિઆઈ પણ પરડવા પરિવાર માં પુજાય છે અને તેઓ હાજરાહજુર છે. અત્યાર ના યુગ માં પણ તેમના અનેક પરચા છે.હાલ ના સમય માં આહીર સમાજ સિવાય પણ બગસરા પંથક ના અઢારેય વરણ જેવા કે કણબી, કાઠી(દરબાર),ભરવાડ,
કોળી,કુંભાર,લુહાર,હરિજન વગેરે અન્ય સમાજ ના લોકો પણ વિર ભાણાઆતા પરડવા ઉપર ખુબજ શ્રદ્ધા રાખે છે તથા ઘણા મુસલમાન પણ દાદા ઉપર શ્રદ્ધા રાખે છે અને તેમની માનતાઓ દાદા પુરી કરે છે. વિર ભાણાઆતા પરડવા ના પરચા અને શુરવીરતા ના વખાણ કરતા એક ચારણકવિ
ગઢવી રામભાઈ દાંતીએ આ શુરવીર આહીર ભાણાઆતા પરડવા ની શુરવીરતા ને બિરદાવતા તેમના વિરરસ નો રાસડો લખ્યો છે.
હાલ ત્યાં એક ભવ્ય મંદિર નુ નિર્માણ થયેલ છે.
અને આજ આ જગ્યા વિર ભાણાઆતા ધામ તરીકે ઓળખાય છે.
*જય શુરવીર ભાણાઆતા*
*જય બેન સોનબાઈ(સતિઆઈ) માં*
કોટિ વંદન જય માતાજી જય મુરલીધર