સ્ટેચ્યૂ ઓફ યુનિટિ- કેવડિયા ખાતે
૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનતા રાજવીઓના પરિવારજનો
ગાંધીનગર ખાતે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં દેશભરના વિવિધ પ્રાંતના રાજવીઓના પરિવારજનો સાથે SOU ખાતેના મ્યુઝિયમ અંગે પરામર્શ બેઠક યોજાઇ :
વિવિધ રાજવીઓના પરિવારજનો દ્વારા મુખ્યમંત્રીને રજવાડી પાઘડી અને સ્મૃતિપત્ર આપીને તેમના સંકલ્પને બિરદાવ્યો
રાજપીપળા, તા 18
સ્ટેચ્યૂ ઓફ યુનિટિ- કેવડિયા ખાતે
૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાજવીઓના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો છે
ગાંધીનગર ખાતે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં દેશભરના વિવિધ પ્રાંતના રાજવીઓના પરિવારજનો સાથે SOU ખાતેના મ્યુઝિયમ અંગે પરામર્શ બેઠક યોજાઇ હતી. જેમા મુખ્યમંત્રી એ આ અંગેની માહિતી આપતા જણાવ્યુ હતુ કે
અખંડ ભારતની રચનામાં પોતાનું રજવાડુ સમર્પિત કરનાર ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ કેવડિયા ખાતે તૈયાર થશે .આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરી ત્યારે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા જ નહીં પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના પણ સાકાર કરી છે. વડીલોએ પોતાના બલિદાન અને શૌર્ય થકી ઉભા કરેલા ૫૬૨ રજવાડાઓને દેશની એકતા માટે સરદાર વલ્લભભાઇ પટેલની સમર્પિત કર્યા તે ખૂબ જ સરાહનીય કાર્ય છે
૫૬૨ રજવાડાઓનો ઇતિહાસ, શૌર્ય અને ગૌરવ ગાથા આવનાર પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે .તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે
અમારી સરકાર ભારતનો સાચો ઇતિહાસ લોકો સમક્ષ આવે તે દિશામાં આગળ વધી રહી છે. અમારી સરકાર વડાપ્રધાનના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને આગળ વધારી રહી છે . કેવડિયા ખાતે વિવિધ રાજ્યોના પ્રવાસીઓને રહેવા માટે ૫,૦૦૦ રૂમનું ભવ્ય સંકુલ નિર્માણ થશે . વર્ષે એક કરોડ પ્રવાસીઓ મુલાકાતે આવે તેવું લક્ષ્યાંક છે. હાલમાં વર્ષે ૪૦ લાખ પ્રવાસીઓ SOUની મુલાકાતે આવી રહ્યા છે.
રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવા સરકારના પ્રતિનિધિ અને રાજવીઓના પરિવારજનોની કમિટી બનાવીને તેમના સૂચનો લેવાશે .ભૂતકાળમાં રાજવીઓએ આપેલા સુશાસનમાંથી અમે પ્રેરણા લઈને પ્રજા કલ્યાણના કાર્યો કરીએ છીએ. આ મ્યુઝિયમ ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે દિશામાં કામ કરાશે.
મુખ્યમંત્રીએ રાજવીઓના પરિવારજનોનો દેશ પ્રત્યેના સમર્પણ ભાવને બિરદાવીને મ્યુઝિયમ બનાવવામાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.
આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ૫૬૨ રજવાડાઓનું આ ભવ્ય મ્યુઝિયમ બનાવવાની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપી છે જ્યારે તેને ઝડપી પૂર્ણ કરવાના પ્રયાસો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હાથ ધર્યા છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ સમાજવતી આભાર માન્યો હતો.
આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ રાજવીઓના પરિવારજનો દ્વારા મુખ્યમંત્રીને રજવાડી પાઘડી અને સ્મૃતિપત્ર આપીને તેમના સંકલ્પને બિરદાવ્યો હતો.
આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજાએ ઉપસ્થિત સૌ રાજવીઓના પરિવારજનોનો પરિચય કરાવ્યો હતો.
આ બેઠકમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત વિવિધ પ્રાંતના રાજવીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા