રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે દેશમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું

રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે દેશમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું

રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે દેશમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું.

અયોધ્યામાં 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિપૂજન કરશે. આ દરમિયાન ભૂમિપૂજનના દિવસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ ભારતમાં મોટા આતંકવાદી હુમલા માટે કાવતરું રચ્યું છે. ISIએ પાકિસ્તાની આતંકીઓને તાલીમ આપીને ભારત મોકલ્યા છે. આ કાવતરાના ઘટસ્ફોટ થયા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

  • આતંકીઓને નિશાના પર 15 ઓગસ્ટ નો સ્વતંત્રતા દિવસ નો કાર્યક્રમ પણ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ISIએ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ આતંકીઓને અફઘાનિસ્તાનમાં ખાસ આતંકવાદી હુમલા માટે તાલીમ આપી છે. ભારતની સૌથી મોટી ગુપ્તચર એજન્સી RAW એ કહ્યું છે કે, ISIએ ત્રણથી પાંચ આતંકવાદીઓને ભારત મોકલ્યા છે. એટલું જ નહીં આ આતંકવાદીઓના નિશાના પર 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસનો પણ કાર્યક્રમ છે.

આ ખુલાસા પછી, RAW સહિત ભારતની તમામ એજન્સીઓની ટીમોને અયોધ્યા અને જમ્મુ-કાશ્મીરમાં તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે