વિદેશી દારૂના ગુનાના કામે સંડોવાયેલ નાંદોદ તાલુકાનાં વેલછાંડી ગામનો આરોપી પાસામાં ધકેલાયો

વિદેશી દારૂના ગુનાના કામે સંડોવાયેલ નાંદોદ તાલુકાનાં વેલછાંડી ગામનો આરોપી પાસામાં ધકેલાયો

આરોપીને પાસાના કામે અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલમા ધકેલી દેવાયો

એલ.સી.બી.પોલીસ નું ઓપરેશન

રાજપીપળા, તા18

રાજપીપલા
તેમજ ડેડીયાપાડા વિસ્તાર મા વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કારવાનાં ગુનામાં સંડોવાયેલ બુટલેગરને આરોપી પાસામાં ધકેલી દેવાયો છે.નાંદોદ તાલુકાનાં વેલછાંડી ગામનો આરોપીને પાસાના કામે અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલમા ધકેલી દેવાયો છે.

આ અંગે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન
અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ સખત
અટકાયતી પગલા લેવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને
એ.એમ.પટલ,પી આઈ એલ.સી.બી.ના સુપરવિઝન
હેઠળ સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી., નર્મદાતથા
તેમના પોલીસ સ્ટાફ મારફતે વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ
કરતા સામાવાળા વિનોદભાઇ મનજીભાઇ વલવી
વિરૂધ્ધ ડેડીયાપાડા તેમજ રાજપીપલા
વિસ્તારમાં ત્રણ પ્રોહીબીશનના ગુના દાખલ થયેલ હતા. તેની
પ્રવૃતી ડામવા સારૂ રાજપીપલા પોલીસ મથક નાં પાસા કેસ નં. ૦૯/૨૦૧૯
ના કામે સામાવાળો વિનોદભાઇ મનજીભાઇ વલવી (રહે. વેલછાંડી તા.નાંદોદ જી.નર્મદા)ના વિરૂધ્ધમાં પાસા
દરખાસ્ત કરવામાં આવેલ. જે પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા દ્વારા મંજુર થતાંઆરોપી
વિનોદભાઇ મનજીભાઇ વલવીને
એલ.સી.બી દ્વારા પાસાના કામે અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવાયો
છે.આરોપીનો ગુનાહીત ઇતિહાસ વિદેશી દારૂની હેરફેર તેમજ વેચાણ કરવાની ટેવવાળો હોય
અને રાજપીપલા,ગરૂડેશ્વર,
ડેડીયાપાડા, તેમજ વડોદરા ગ્રામ્ય જીલ્લાના ભાદરવા પોલીસ મથક ગુનાના કામે હાલ આરોપી બંન્ને ગુનાના કામે વોન્ટેડ હતો
જેને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમા ધકેલી દેવાયો છે.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા