કરૂણ ઘટના! દહેજ ન મળતા દુલ્હો જાન લઈને આવ્યો જ નહીં: તો દુલ્હન ઘર છોડીને ભાગી ગઈ. પિતાએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા.
સાંજે ઘરેથી જંગલ ગયેલી પુત્રી અચાનક ગાયબ થઈ ગઈ હતી મોડી રાત સુધી પુત્રી ઘરે પરત ન આવી તો પિતાએ ઘરની અંદર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
ફતેહપુર,તા. યુ.પી.ના ફતેહપુર જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે જયાં દહેજ ના આપવાના કારણે જાન આવી નહીં. ત્યારબાદ જાન ન આવતા દુલ્હન ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. ત્યારબાદ આખી ઘટનાથી દુઃખી દુલ્હનના પિતાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
મળતી માહિતી પ્રમાણે આ આખો મામલો ફતેહપુરના બિંદકી પોલીસ સ્ટેશન વિસ્તારના નયા પુરવા ગાંવનો છે. અહીં ૪૫ વર્ષીય રામ સુફલ નિષાદની પુત્રી માલાના લગ્ન હમીરપુર જિલ્લામાં નક્કી કર્યા હતા. ડિસેમ્બરે તેમની જાન આવી હતી. દહેજની માંગ પુરી ન થતાં કારણ જાનૈયાઓ કન્યાના ઘરે પહોંચ્યા ન હતા.
પીડિત પિતાએ આ ઘટનાની લેખિત ફરિયાદ એસપીના સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે આ આખા ઘટનાક્રમની તપાસમાં લાગી છે. આ મામલે એક નવા ઘટનાક્રમ સામે આવ્યો હતો. ગુરુવારની સાંજે જેની જાન આવવાની હતી. તે અચાનક ઘરથી શંકાસ્પદ અવસ્થામાં ગાયબ થઈ હતી. મોડી રાત સુધી રામ સુફલની પુત્રી પોતાના ઘરે પરત પાછી આવી નહીં. પિતાએ ઘરની અંદર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલે મૃતકની મોટી પુત્રી પ્રીતિ દેવીના આરોપ છે કે મનોહર પોલીસ સ્ટેશન હમીરપુર નિવાસી જૈદૂની સાથે લગ્ન નક્કી કર્યું હતું. પરંતુ જાન લઈને આવ્યો નહીં. ત્યારબાદ પિતા દુઃખી રહે છે. ગત સાંજે ઘરેથી જંગલ ગયેલી પુત્રી અચાનક ગાયબ થઈ ગઈ હતી. મોડી રાત સુધી પુત્રી ઘરે પરત ન આવી તો પિતાએ ઘરની અંદર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.