જામનગર ખાતે કસ્ટમ વિભાગમાંથી 1 કરોડનું સોનુ ગાયબ થતા મચી ચકચાર

સરકારી વિભાગ પણ જ સુરક્ષિત નથી…જામનગર ખાતે કસ્ટમ વિભાગમાંથી 1 કરોડનું સોનુ ગાયબ થતા મચી ચકચાર.. બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ*

*જીએનએ જામનગર* સૌરાષ્ટ્રના જામનગરમાં કસ્ટમ વિભાગમાંથી 1 કરોડનું સોનુ ગાયબ થવાના સવારમાં જ ચકચાર મચાવતા સમાચાર મળતા જ આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન જોવા મળી રહ્યો છે. જેમાં હવે સરકારનો કસ્ટમ વિભાગ પણ સુરક્ષિત ના હોય તેમ વિભાગ દ્વારા કબજે કરેલું સોનું કોઈ કર્મચારી જ ચાઉં કરી ગયાની શંકા વ્યક્ત કરાતા એક કરોડનું સોનું ગાયબ થવાના મામલે થયાની સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગર શહેરના શરૂ સેકશન રોડ પોલીસ હેડ કવાર્ટર સામે કસ્ટમ ડીવીઝન ઓફીસ આવેલ છે. આ ઓફિસના કર્મી રામસીંગ શીવકુમારસીંગ યાદવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે IPC કલમ 409 સને 1982 અને 1986માં કસ્ટમ ડીવીઝન ભુજ દ્વારા દરોડો પાડી કબ્જેે કરવામાં આવેલ સોનાના સેમ્પલો લેવામાં આવેલ હતા તે સોનાના સેમ્પલો કસ્ટંમ ડીવીઝન ભુજ ખાતે મુકેલા હતા તે વર્ષ 2001માં ઘરતીકંપના કારણે કસ્ટમ ડીવીઝન જામનગર ખાતે લાવવામાં આવેલ હતા અને તા.18/10/2016 રોજ કસ્ટમ ડીવીઝન ભુજને પરત સોંપતા સમયે આ સેમ્પલોની ચકાસણી કરતા તેમાંથી કુલ 5 સેમ્પલોમાંથી 2156.722 ગ્રામ સોનુ જેની હાલની બજાર કિંમત રૂ.1,10,00,000/- થાય તે ઓછુ નીકળતા સોનાની આ સમયગાળા દરમ્યાન કોઇપણ સરકારી કર્મચારીએ સરકારી મીલકત હોવાનુ જાણતા હોવા છતા કોઇપણ રીતે અંગત ફાયદા માટે મેળવી લઇ ગુન્હાહીત વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાતા બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા પીઆઇ કે.એલ.ગાધે એ તપાસ શરુ કરી છે. તપાસના અંતે સાચું શું છે તે બહાર આવશે. સરકારના વિભાગ પણ હવે સુરક્ષિત નથી રહ્યા જ્યાં આવી ઉચાપત કેટલી થતી હશે તે તો માનવું રહ્યું.. ખેર જોઈએ આગળ શું બહાર આવે છે..