રાજપીપળા,તા.13
નર્મદા જિલ્લામાં વરસાદ થી પાકમાં જીવાતો પડી જતા પાકને મોટાપાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ વરસાદ પડતા પાણી અને ઘાસચારાની પણ નુકસાન થતાં ખેડૂતો અને પશુપાલકો ચિંતિત બન્યા છે.
હાલ નર્મદામાં ઠંડી સાથે વરસાદ પડતો હોય એ શિયાળો અને ચોમાસું એમ બેવડી ઋતુનો અહેસાસ ખેડૂતોને થઈ રહ્યો છે.જેથી ઉભા પાક તુવેર, કેળા,ડાંગર,કપાસના પાકમાં જીવાત પડવાથી અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આ પહેલાં જ નર્મદા ડેમના પાણી ફરી વળતાં ખેડૂતોને મોટાપાયે ખેતીમાં નુકસાન થયું હતું.જેને વળતર પણ હજુ કેટલાક ખેડૂતોને સરકારે ચૂક્યું નથી.ત્યારે છેલ્લા બે દિવસથી કુદરતનો કહેર વર્તાતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. જેથી જગતનો તાત હવે ફરી પાયમાલ થયો છે. કપાસ, તુવેર અને શાકભાજીમાં જીવાતો પડતા ખેડૂતો હવે સરકાર પાસે વેતરની માંગ કરી રહ્યા છે. હાલ ખેતરોમાંથી ખેડૂતો પાકનું નિરીક્ષણ કરી રહ્યા છે.જેમાં કપાસ,તુવેરના પાક ને વધારે નુકસાન થતાં ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા