લગ્નોત્સવમાં આવતીકાલથી ધાનરક કમુર્તા થી આવશે લાંબા સમયનો બ્રેક . નર્મદા-ભરૂચ જિલ્લામાં લગ્નોની બ્રેક .

રાજપીપળા,તા.14
લગ્ન ઉત્સવ માં આવતી કાલથી ધનારક કમુર્તા થી આવશે તેથી લાંબા સમયના હવે નર્મદા-ભરૂચ જિલ્લામાં પણ લગ્નની બ્રેક વાગી જશે. 25 નવેમ્બર 2020 થી શરૂ થયેલી લગ્નસરાની મોસમ આ વર્ષે હવે બહુ લાંબો વિરામ જોવા મળશે દેવદિવાળી પછી શરૂ થતી લગ્નની સિઝનમાં આ વર્ષે ધનારક કમુર્તા પછી ફરી એકવાર શાસ્ત્રનુસાર વિરામ આવી રહ્યો છે.તેમ જ્યોતિષીઓ જણાવી રહ્યા છે.જેમાં 15/ 12 /20 વિશે ધનારક કમુર્તા શરૂ થયા છે,રાત્રે 9:35 કલાકે શ્રી સૂર્યનારાયણ ધન રાશિમાં પ્રવેશ કરે છે.સૂર્યનુ ધન રાશિનું ભ્રમણ એકમાત્ર ધનારક કમુર્તા ગણાય છે.તેથી કારતક માસમાં 10/ 12/ 20 લગ્ન નો છેલ્લો દિવસ હતો. ત્યાર પછી તા.14 જાન્યુઆરી 21 સુધી ધનારક કમુર્તા હોવાથી લગ્નના શુભ મુહૂર્તો મળતા નથી.
તા.16-1-20 ને શનિવારથી ગુરુનો અસ્ત થાય છે. ગુરુના અસ્ત હોવાથી આ સમયમાં માંગલિક કાર્યો શાસ્ત્રોમાં નિષેધ છે.આથી આ સમયમાં લગ્નના શુભ દિવસો નથી.તા.10- 2 -21 પોષ વદ 14 બુધવારે ગુરુનો ઉદય થાય છે.તા. 14-2-21 મહાસુદ ને રવિવારથી શુક્રનો અસ્ત થાય છે.શુક્રએ કામનો કારણ ગ્રહ હોવાથી શાસ્ત્ર વચન અનુસાર શુક્રના અસ્તના સમયમાં લગ્ન કરવાની નિષેધ કહ્યા છે.આ સમયમાં દીક્ષા અને સંન્યાસ ધારણ કરી શકાય શુક્રના અસ્તમાં સંસારનો આરંભ કરવો એ લગ્નજીવનની નિસ્તેજ અને વીર્યહીન બનાવે છે.
લગ્નના મુહૂર્ત જોતા સમયે વર અને કન્યા દીર્યાયુષ અને સંતાનપ્રાપ્તિ વિશે પણ વિદ્વાન જ્યોતિષીઓ વિચાર કરતા હોય છે.ભારતીય પરંપરા અનુસાર લગ્નના મૂળભૂત દેશોમાં વંશવૃદ્ધિ એ મુખ્ય ઉદ્દેશ ગણાય છે.તેથી આ સમયમાં લગ્ન,વિવાહ કરવા શાસ્ત્ર સંમત નથી.આ સમયમાં લગ્ન, જનોઈ ઈત્યાદિ કાર્યોના શુભ મુહૂર્તો મળતા નથી.તા.20/4/ 21 ચૈત્ર સુદ 8 મંગળવારના રોજ શુક્રનો ઉદય થયો છે. ત્યાર પછી લગ્ન,જનોઇ ઇત્યાદિ કાર્યોના શુભકાર્યોની ફરી શરૂઆત થશે.
શુક્રના અસ્તમાં સમયમાં લગ્ન કરવા નિષેધ કહ્યા છે.આ સમયમાં દીક્ષા અને સંન્યાસ ધારણ કરી શકાય.શુક્રના અસ્તમાં સંસારનો આરંભ કરવો એ લગ્નજીવનને નિસ્તેજ અને વીર્યહીન બનાવે છે. લગ્નના મુહૂર્ત જોતા સમય વર અને કન્યા દીર્ઘાયુષ અને સંતાન પ્રાપ્તિ વિશે પણ વિદ્વાન જ્યોતિષી ઓ વિચાર કરતા હોય છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા