*ભાજપનો ભરતીમેળો: પક્ષપલટુએ ધારણ કર્યો કેસરીયો*
કોણ જાડાયા ભાજપમાં? જે.વી. કાકડીયા ધારી બ્રિજેશ મેરજામોરબી જીતુ ચૌધરી કપરાડા અક્ષય પટેલ કરજણ પ્રધ્યુમનસિંહ જાડેજા અબડાસા
****
*નરહરિ શ્રીહરિ ના શરણે*
રાજ્યસભા સાંસદ ની ચુંટણીમાં વિજયી થયેલ શ્રી નરહરિ અમીને બાપ્સ સ્વામિનારાયણ સંપ્રદાય ના શાહીબાગ અક્ષર પુરુષોત્તમ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને પરમ પૂજ્ય સંત શ્રી ઇશ્વરચરણદાસજી અને પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્નવિહારી સ્વામીજી ના આશીર્વાદ મેળવ્યા હતા.
********
*ગુજરાતમાં બેરોજગારીનો દર ( 3.4%) :રૂપાણી*
મને જણાવતા આનંદ થાય છે દેશના તમામ રાજ્યોમાં ગુજરાત રોજગારી આપવામાં મોખરે રહ્યું છે. ભારત સરકાર (MoSPI) દ્વારા હાથ ધરાયેલ સર્વે મુજબ સૌથી ઓછી બેરોજગારીનો દર ( 3.4%) ગુજરાતમાં નોંધાયેલ છે.
**********
*ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતા*
રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામને લઈને અટકળો શરૂ થઈ છે. દિલ્હી, છત્તીસગઢ અને મણીપુરના ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાયા બાદ હવે હાઈકમાન્ડની નજર ગુજરાત પર છે. ત્યારે ટૂંક સમયમાં જ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાજપ પ્રદેશના નવા સંગઠનને લઈને હાઈકમાન્ડે લીલી ઝંડી આપી શકે છે.
**********
*ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ*
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા શંકર સિંહ વાધેલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શંકરસિંહ વાધેલાએ થોડા દિવસો પહેલા જ એનસીપીને અલવિદા કરી છે. જેમની તબિયત ખરાબ રહેતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે હાલમાં પોઝિટીવ આવ્યો છે. જેઓને વસંતવગડામાં જ હોમ કવોરંટિન કરવામાં આવ્યા છે. બાપુએ થોડા દિવસો પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શંકરસિંહનો રિપોર્ટ પોઝિટીવ આવતા બાપુના નજીકના લોકોની પણ તપાસ થવાની સંભાવના છે surat mitra
**********
*મહુવા સુગરમાં માનસિંગ પટેલે ડિરેક્ટર પદેથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું*
દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણના મોટા સમાચાર આવ્યા છે. માનસિંગ પટેલે સુરત જિલ્લાના મહુવા સુગરમાં ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. અંગત કારણસર રાજીનામુ આપ્યાનો ઉલ્લેખ કરાયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી માનસિંગ પટેલ મહુવા સુગરમાં પ્રમુખ રહી ચુક્યા છે. હાલમાં તેઓ ડિરેક્ટર પદે હતા. સુમુલ ડેરી મુદ્દે ચેરમેન રાજુ પાઠક અને માનસિંગ પટેલ વચ્ચેનો ગજગ્રાહ હજુ પણ યથાવત છે. માનસિંગ પટેલના રાજીનામાંને લઈને ફરી એકવાર સહકારી રાજકારણ ગરમાયું છે.
************
*ખેડા : શેરી ગામ પાસે અકસ્માત,ત્રણના મોત*
ખેડાના મહુધા તાલુકાના શેરી ગામ પાસે કાર પલટી જતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. કારનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો હતો. મૃતકમાં એક પુરૂષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. ત્યારે તમામ મૃતક મહુધાના શેરી ગામના રહેવાસી હોવાનું પણ સામે આવ્યુ છે.
**********
*ST બસને લઈને જાહેરાત, જુલાઈથી તમામ રૂટ થશે*
અનલોક વન પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 1લી જુલાઈથી જ રાજ્યમાં તમામ એક્સપ્રેસ બસોનું સંચાલન શરૂ કરવાની જાહેરાત કરી છે. પરંતુ આંતર રાજ્ય બસ સેવા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. આ સાથે જ સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે અને બસમાં મુસાફરોને ચડતી ઉતરતી વખતે થર્મલ ગનથી ચેકિંગ કરવા સૂચના પણ આપી છે. આ ઉપરાંત 15થી ઓછા મુસાફરો ધરાવતી બસોને રદ કરવી અથવા તેનું દૈનિક ધોરણે રેશનલાઇઝેશન કરવાનું રહેશે
***********
*ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ 29 જૂને અપાશે*
સુરત. શિક્ષણ બોર્ડે ધોરણ-12 સામાન્ય પ્રવાહની મુખ્ય પરીક્ષાના પરિણામ જાહેર કર્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીને 29 જૂને માર્કશીટ વિતરણ કરવા માટેનો આદેશ કર્યો છે. શિક્ષણ બોર્ડના આદેશ બાદ જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ તરત જ ધોરણ-12 સમાન્ય પ્રવાહની માર્ક શીટના વિતરણના સેન્ટર જાહેર કર્યા હતા.
**********
*આર્થિક સ્થિતિનો લાભ લેવા ગુજરાત સજ્જ છે: રૂપાણી*
અમદાવાદ: વિશ્ર્વમાં કોરોના સંક્રમણની મહામારીથી બદલાયેલી વૈશ્ર્વિક આર્થિક સ્થિતિનો મહત્તમ લાભ લેવા માટે ગુજરાત સજ્જ છે અને આ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે એવું રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
********
*કચ્છમાં સતત પાંચમા દિવસે ચરસના પેકેટ મળ્યા*
કચ્છના સમુદ્રમાંથી મળેલા ચરસના બિનવારસી પેકેટનો આંક એક હજારને આંબી ગયો
ભુજ: પશ્ર્ચિમ કચ્છના સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ દરિયામાંથી ચરસના બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે.
*********
*અમારે ત્યાં બનાવટી દવાઓ નહીં ચાલે: અનિલ દેશમુખ*
મુંબઈ:બાબા રામદેવના દાવાનો જવાબ આપતાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે અમારા રાજ્યમાં ભ્રામક અને મિથ્યા દવાઓ વેચવા નહીં દેવાય કોરોના ઇન્ફેક્શનની દવા પતંજલિ આયુર્વેદ કંપનીમાં ઉપલબ્ધ હોવાના યોગગુરુ બાબા રામદેવના દાવાનો જવાબ આપતા મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ
*********
*વીજળી કંપનીઓએ પાંચ ગણા બિલ મોકલ્યા*
મુંબઈ: ત્રણ મહિના જેટલા લૉકડાઉનના સમયમાં પાવર-સપ્લાય કરતી કંપનીઓ દ્વારા ચારથી પાંચગણાં બિલ મોકલાયાં હોવાની ફરિયાદ ઊઠી રહી છે. સામાન્ય સંજોગોમાં જેમને મહિને ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયાનું વીજળીનું બિલ આવતું હતું તેમને તાજેતરમાં આ કંપનીઓએ પાવરનો વધારે ઉપયોગ કરવાનું કારણ આપીને મોટાં બિલ પકડાવી દેવાયાં હોવાનું જાણવા મળ્યું હતું.
********
*રાજકોટ બહુ ચર્ચિત સોમાની ચૂંટણી ફરી યોજાશે*
ચૂંટણીમાં મતદાનને લઈ થયો હતો વિવાદ સમીર શાહને ખોટા પુરાવા અને આધાર રજૂ કરવા બદલ 10 હાજર રૂપિયા PTA ફંડમાં જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો ચેરિટી કમીશ્નર દ્વારા ફરી ચૂંટણી યોજવા હુકમ કર્યો
********
*સુરત સીટી લાઈટ વિસ્તારમાં ચોરી*
પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો તે વેળાએ તસ્કરો ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ 25 લાખ ઉપરાંતના મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તેરાપંથ ભવન નજીક મેઘસર્મન એપાર્ટમેન્ટના સાતમા માળે ફલેટમાં ચોરી કરી ફરાર
*******
*કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલે ભાંગરો વાટયો*
અમિત શાહના બદલે અમિત ચાવડાનો માન્યો આભાર કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા જ્યા મીડિયા સાથે વાતચીતમાં તેમણે ભાંગરો વાટ્યો દેશના નેતૃત્વ મુદ્દે અમિત શાહના સ્થાને અમિત ચાવડાનું નામ બોલ્યા
*******
*પોલીસ કોન્સ્ટેબલના જામીન મંજુર*
મહિલા બેન્ક કર્મચારી સાથે હાથપાઈ કરનાર પોલીસ કોન્સ્ટેબલના જામીન મંજુર બેન્ક કર્મચારી પર હુમલાના પઢઘા દેશભરમાં પડ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ થઈ હતી
*******
*સુરતમાં સરકારી સાયન્સ કોલેજ શરૂ થશે*
વરાછા વિસ્તારના વિકાસ અને વિદ્યાર્થીઓના હિતમાં 2020-2021ના વર્ષમાં શૈક્ષણિક વર્ષથી જ કોલેજ શરૂ સરકારી ઇમારત કે ભાડાના મકાનમાં કોલેજ શરૂ કરવા સરકારની મંજૂરી સરકારી મંજૂરી આપતા ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને થશે લાભ
*******
*ગીરધરલાલ કંપનીએ 60 રત્નકલાકારોને છુટાકર્યા*
સુરત રત્નકલાકારોને છુટા કરી દેનારી કંપની સામે કાર્યવાહીની માંગ
ગીરધરલાલ કંપનીએ 60 કલાકારોને છુટા કર્યા હતા રત્નકલાકારો દ્વારા ડાયમંડ વર્ક યુનિયન ગુજરાતની મધ્યમાં વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી
*******
*પેટા ચૂંટણીને લઈને તંત્ર કામે લાગ્યું*
કચ્છ અબડાસા વિધાનસભાની સંભવત સપ્ટેમ્બરમાં પેટા ચૂંટણીને લઈને તંત્ર કામે લાગ્યું 2,34000 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ઇલેક્ટ્રોનિક મશીન તપાસવા ઇજનેરોની ટિમ કામે લાગી ગુજરાત વિધાનસભાની સૌથી મોટી સીટ અબડાસા ગણાય છે
*******
*ઇમ્યુનિટી માટે ચ્યવનપ્રાશ આઇસક્રીમ આવી ગયો છે*
મુંબઈ:જો ઇન્ટરનેટ પર ચૉકલેટ મૅગી અને ઓરિયો ભજિયાં જેવી ફ્યુઝન આઇટમો જોઈને તમારું નાકનું ટીચકું ચડી જતું હોય તો હવે એથીયે વધુ મોટો શૉક મળે એવા સમાચાર છે. એક આઇસક્રીમ બ્રૅન્ડે ચ્યવનપ્રાશ ફ્લેવરનો આઇસક્રીમ બહાર પાડ્યો છે. જે ઇમ્યુનિટી વધારનારો હોવાનો દાવો થઈ રહ્યો છે. કોરોના કાળમાં રોજ ચ્યવનપ્રાશ લેવાથી ઇમ્યુનિટી સુધરે છે એવું આયુર્વેદ નિષ્ણાતો કહેતા આવ્યા છે ત્યારે આઇસક્રીમ બ્રૅન્ડે એને સ્વીટ ડિઝર્ટમાં કન્વર્ટ કરી નાખ્યો છે. અલબત્ત, આ ફ્લેવર જોઈને ભલભલા લોકોએ આશ્ચર્ય અને આઘાતજનક રિઍક્શન આપ્યાં છે.
********
*સાંડેસરા કૌભાંડ: અહેમદ પટેલના ઘરે પહોંચી ઈડીની ટીમ*
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની ટીમ સાંડેસરા કૌભાંડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુછપરછ કરવા માટે તેમના ઘરે પહોંચી હતી. એજન્સીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ તેમણે કહ્યું હતું કે તે એક વરિષ્ઠ નાગરિક છે અને કોવિડ -19 માર્ગદર્શિકાને કારણે પૂછપરછ માટે આવી શકે તેમ નથી. સાંડેસરા ભાઈઓએ નીરવ મોદી કરતા વધારે ભારતીય બેંકો સાથે છેતરપિંડી કરી છે.
*********
*આસામમાં ખૂબ ભયંકર સ્થિતિ 704 ગામમાં પૂર*
આસામમાં પૂરને કારણે ખૂબજ ભયંકર પરિસ્થિતી સર્જાઈ છે ચોમાસાની શરૂઆત થયા બાદ અસામમાં મૂશળધાર વરસાદજ પડી રહ્યો છે. જેના કારણે અસામના 16 જિલ્લા અને 704 ગામમાં પૂર આવ્યું છે બ્રહ્મપુત્ર નદીમાં પાણીનું વહેણ સતત વધી રહ્યું છે.
*********
*સ્કૂલોને નવી અને વધુ ફી ન વસૂલવાના આદેશ સામે કોર્ટનો સ્ટે*
એક મહત્વના ચુકાદો આવ્યો છે. જે સ્કૂલો માટે રાહત સમાન પરંતુ વાલીઓમાં નારાજગી પેદા કરશે. આ ચુકાદામાં બોમ્બે હાઈકોર્ટે આઠમી મેના રોજ મહારાષ્ટ્ર સરકારના સ્કૂલોને વર્ષ ૨૦૨૦-૨૧ માટે નવી અને વધુ ફી વસૂલવાથી અટકાવતા આદેશ સામે સ્ટે આપ્યો છે. કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્ર સરકારે જીઆર બહાર પાડતાં સ્કૂલોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
*********
*યુનિવર્સિટીમાં થ્રી સ્ટાર જેવું ગેસ્ટ હાઉસ બનાવાશે*
સુરત. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી થ્રી સ્ટાર હોટલ જેવું વીવીઆઇપી ગેસ્ટ હાઉસ બનાવનારી છે. યુનિવર્સિટીથી જણાય છે કે હાલના ગેસ્ટ હાઉસની હાલત ખરાબ થઈ ગઈ છે. જેથી કોન્વોકેશન કે પછી અન્ય કોઈ પણ નાના મોટા ફંકશનમાં આવતા ચીફ ગેસ્ટને ઘણી વખત થ્રી કે ફાય સ્ટાર હોટલમાં રાખવાની ફરજ પડતી હોય છે. જેમાં ખર્ચો ખૂબ જ થાય છે. જેથી યુનિવર્સિટીએ થ્રી સ્ટાર જેવું વીવીઆઇપી ગેસ્ટ હાઉસ બનાવાશે
**********
*વિદેશી શરાબની બોટલો પર બૂલડોઝર ફર્યું*
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના સરકારી દાવાઓ વચ્ચે પણ રોજેરોજ લાખો રૂપિયાના વિદેશ શરાબની હેરાફેરી ચાલી રહી છે. એકલા રાજકોટ શહેરમાં જ પકડાયેલા અંદાજે રૂા. પાંચ કરોડની કિંમતની દારૂની બોટલો પર પોલીસ અને સ્થાનિક અધિકારીઓની હાજરીમાં બૂલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.
**********
*ખાસ વાચક મિત્રો માટે*
*સુરતમિત્ર ૧૦ વર્ષોથી આપની સેવામાં*
અમે તમારી માટે લાવ્યા છીએ ફાસ્ટ ન્યૂઝ દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અપટેડ સમાચારો
સુરત ગુજરાત સહિત દેશભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા માટે *છેલ્લા ૫ વર્ષોથી* અમે આપના સુધી સોશિયલ મીડિયા વોટ્સઅપ માધ્યમ દ્વારા આપ સુધી પહોંચાડતા આવ્યા છીએ સમાચારો આપને યોગ્ય લાગે તો તમારા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરશોજી. જય હિન્દ -જય જય ગરવી ગુજરાત *Editor-Vinod Meghani- 98980 76000*
**tha and*