રાજપીપલા,તા.12
રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા નર્મદા જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ ઘનશ્યામ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંકના રાજપીપળાના ચેરમેન એન. બી.મહિડા, વાઇસ ચેરમેન દર્શનાબેન દેશમુખ, ડો.ઉમાકાંત શેઠ,મહામંત્રી રાણા, કિરણસિંહ ગોહિલ, સદસ્ય દીપક જગતાપ, શ્રીજી મેડીકલ સ્ટોરના રાજેન્દ્રભાઇ પટેલ સહિત શુભેચ્છકોએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. ઘનશ્યામ પટેલ પોતે રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંકના કારોબારી સદસ્ય હોવાથી તેમને બ્લડ બેન્કને સદ્ધર કરવામાં આપેલા યોગદાન બદલ આભાર વ્યક્ત કરી ચેરમેન એન.બી.મહિડાએ ઘનશ્યામ પટેલ અને નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ બનવા બદલ ગૌરવ અનુભવી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.આ પ્રસંગે કોરોના કાળ માં રેડ ક્રોસ સોસાયટીને લોહી પૂરું પાડવામાં મદદરૂપ થનારા તથા રક્તદાન કેમ્પ યોજાનાર મિત ગ્રુપ, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા બ્લડ બેંક ખાતે બની રહેલા શેડ બનાવવાનો તમામ ખર્ચ આપી ઉમદા સેવા કરવા બદલ તશ્રીજી મેડીકલ સ્ટોરના રાજેન્દ્રભાઈ પટેલનો ચેરમેન એન. બી. મહિડાએ કોરોના કાળમાં ઉમદા કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા