ભાવનગર તા. ૭ : આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આરોપી શબ્બીરહુસેન અબ્દુલ રહેમાન શેખ ઉ.વ.૩૫ ધંધો-વેપાર, રહેવાસી-રૂવાપરી રોડ, મોમીનવાડ, મસ્જીદવાળા ખાંચામાં, ખુશ્બુ ડેરી પાસે ભાવનગર વાળાને દેશી બનાવટની પિસ્ટલ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ-૩, કિ.રૂ.૩૦૦ મળી કુલ કિ.રૂ. ૧૦,૩૦૦ના મુદ્દામાલ સાથે સાંઢીયાવાડ, મેમણ જમાતખાના પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધમાં ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.ઙ્ગઙ્ગ
ઙ્ગઆ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના મુજબ આર.આર.સેલના સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા બાબાભાઇ તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.