હવે સુરતમાં ફેરિયાઓને ફરજીયાત આઈકાર્ડ બનાવવું પડશે : બહારના ફેરિયા પર પ્રતિબંધ બહારના ફેરિયાઓ જણાઈ આવશે તો રજિસ્ટ્રેશન રદ્દ કરાશે

 

સુરતમાં વધતા દબાણ અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા મનપાએ નવી નીતિ અપનાવી છે જેમાં સુરત બહારના ફેરિયાઓને શહેરમાં પ્રવેશવા ઉપર પાલિકા કમિશ્નર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરના ફેરિયાઓને ફરજિયાત આઈકાર્ડ બનાવવાનો રહેશે,જો કોઈ બહારનો ફેરિયાઓ જણાઈ આવશે તો તેનું રજિસ્ટ્રેશન રદ્દ કરાશે.

  ટ્રાફિક અને દબાણો દૂર કરવા પાલિકા કમિશ્નર દ્વારા અગત્યનો નિર્ણય લેવાયો છે. સુરત શહેરના ફેરિયાઓને ફરજિયાત નોંધણી કરાવી આઈકાર્ડ મેળવવું પડશે અને બહારના ફેરિયાઓ જણાઈ આવશે તો રજિસ્ટ્રેશન રદ્દ કરાવાની પણ જાહેરાત કરાઇ છે. જોકે બહાર થી આવતા ખેડૂતો ને બાકાત રાખવામાં આવ્યા છે.

  અત્રે ઉલેખનિયા છે,કે સુરત ખાતે ટ્રાફિક ની સમસ્યા ઓ સર્જાતી હોય છે જેને ધ્યાને લઇ ટ્રાફિક અને દબાણો દૂર કરવા પાલિકા કમિશ્નર દ્વારા નિર્ણય લેવાયો છે.ટ્રાફિક અને દબાણો ના ઉકેલ માટે વેન્ડિંગ પોલિસી ના અમલની કવાયત શરૂ કરાઈ છે.

 જોકે પાલિકાની આ મોડેથી શરૂ થયેલી કામગીરી ઉપર કોંગ્રેસનું કહેવું છે કે આ નિયમો વર્ષો પહેલા બનાવાયા હતા. જેનો અમલ પાલિકા દ્વારા હવે કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઓનલાઈન સર્વે સાથે ફરજિયાત નોંધણી કરવાનો પણ દરેક ઝોન વાઇઝ સર્વે કરવા પાલિકા કમિશ્નરનો હુકમ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકાના આ નિર્ણયથી ટ્રાફિક અને દબાણ ઉપર ખરેખર ફાયદો થશે કે કેમ એ જોઈશું.