ગોરેગાવના કચ્છી વેપારી પાસેથી લાખો રૂપિયા લઇ નાસી જનારો આરોપી જબ્બે પેટા…. -બ્રાન્ડેડ સીગારેટનો માલ અપાવવાના બહાને મસ્જીદ બંદર લઇ રોકડનો થેલો લઇને નાસી ગયો

ગોરેગાવના કચ્છી વેપારી પાસેથી લાખો રૂપિયા લઇ નાસી જનારો આરોપી જબ્બે
પેટા….
-બ્રાન્ડેડ સીગારેટનો માલ અપાવવાના બહાને મસ્જીદ બંદર લઇ રોકડનો થેલો લઇને નાસી ગયો
– દાઉદ ઇબ્રાહિમના સહાયકના દિકરાે આયન મંડલ અમદાવાદ એરપોર્ટ પર લૂક આઉટ નોટીસના લીધે ઝડપાઇ ગયો
મુંબઈ|
મુંબઇના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ભાગેડુ દાઉદ ઇબ્રાહિમના સહાયકના દીકરાએ કચ્છી સિગારેટના વેપારીની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી નાસી ગયા બાદ ઝડપાઇ ગયો હતો. ઇકબાલ જોગેશ્વરીના પુત્ર આયન મંડલને અમદાવાદ એરપોર્ટથી લૂકઆઉટ નોટિસના પગલે ઝડપી લઇ મુંબઇ પોલીસને સોપવામાં આવ્યો હતો. તેના સીગારોટ-બીડીના હેેાલસેલ વેપારી પર 43.35 લાખ રૂપિયાની ઉદ્યોગપતિને છેતરપિંડી કરવાનો આરોપ છે.
કચ્છના માંડવીના વતની અને મુંબઇના ગાેરેગાવમાં રહેતા કચ્છી ગુર્જર વણિક 52 વર્ષના પ્રફુલ શાહે કહ્યું કે, મારા સીગારેટ-બીડીનો હોલસેલનો વેપાર છે. આયન મંડલ મને કહ્યું કે હું તમને સસ્તા દરે બ્રાન્ડેડ સિગારેટ સાઉથ મુંબઇમાંથી અપાવી દઇશ અને તેથી તેની સાથે રોકડા રૂપિયા લઇને મસ્જીદ બંદરે ગયો હતો. તેને રૂપિયા સાથે હોવાની ખાતરી કર્યાં બાદ અચાનક મારી પાસે કારમાં કપડાનો ચેઇનવળા થેલામાં રાખેલા 43,35,000 રોકડા લઇને કારમાંથી ઉતરી નાસી ગયો હતો. હું એ સમયે કાર ચલાવાતે હતો અને મારી સાથે મારો એક માણસ હતો. પરંતુ અમે તેને ઝડપીએ તે પહેલા તે એક અનિલ નામના વ્યક્તિના એકટિવા સ્ફુટર પર બેસીને રોકડનો થેલો લઇને ફરાર થઇ ગયો હતો. બાદમાં તેને શોધવા મહેનત કરી હતી અને તેને મને ફોન પર ગલ્લાતલ્લા કરીને ટાઇમ પાસ કરાવ્યે રાખ્યો હતો. પરંતુ ત્યારબાદ જાણવા મળ્યું કે તે દુબઈ ભાગી ગયો હતો. અમે તેના પિતા ઇકબાલ મંડલને જોગેશ્વરીમાં મળ્યા અને પૈસા પરત મેળવવામાં મદદ માંગી હતી. તેણે પહેલા પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું,અને અમુક સ્થળો પર લઇ જઇને ટાઇમ પાસ ર્ક્યાં હતો, પરંતુ બાદમાં તેને પણ મને ધમકાવવાનું શરૂ કર્યું હતું. એ બાદ છેવટે મે પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. મારી સાથે આટલી મોટી રકમની છેતરપીડી થંતા હું આર્થિક રીતે ભાગી ગયો હોવાનું વેપારીએ જણાવ્યું હતું.
પાયધુની પોલીસના જણાવ્યા અનુસાર સિગારેટ વેપારીને છેડતી કરવાના આરોપસર ભાગેડુ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથીના પુત્રની ધરપકડ કરી છે. આરોપી 30 વર્ષનો આયન મંડલ ને સોમવારે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઇ ગયો હતો. બાદમાં અમે અમદાવાદથી તેની અટકાયત કરી મુંબઇ લઇ આવ્યા હતા. મંડલની ધરપકડ 6 ઓક્ટોબરે તેમની સામે જારી કરવામાં આવેલી લુકઆઉટ નોટિસ પર કરાઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આ કેસમાં અમે આયન ઇકબાલ મંડલ, ઈકબાલ મંડલ અને 35 વર્ષના અનિલ સામે આઇપીસીની કલમ 420, 409,120(બી) અને 506 મુજબ ગુનો નોધ્યો છે. પાયધુની પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સુભાષ દૂધગાંવકરે આયનની ધરપકડની પુષ્ટિ કરી હતી. આયનને કોર્ટ સમક્ષ રજુ કરાતા 11 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી પર સોપ્યો હતો. આ કેસમાં એક આરોપી હજી ફરાર છે, જ્યારે ઇકબાલ જોગેશ્વરી આગોતરા જામીન પર છે.
ફોટોલાઇન…..