*મોડાસામાં આદિવાસી સમાજના ધરણા પ્રદર્શન*

મોડાસામાં આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. સમાજનું કહેવું છે કે અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો મેળવીને લોકો નોકરી કરી રહ્યા છે.જેથી જેટલા પણ ખોટા પ્રમાણપત્રો ઈશ્યું થયા છે તેને રદ કરવામાં આવે. અને જો તે ખોટા પ્રમાણપત્રો રદ નહી થાય તો સમાજ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે