ગે૨કાયદેસ૨ માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાયદેસ૨ ની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષક જે.આ૨ . મોથલીયા, સરહદી રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસ૨ માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના મુજબ એસ.ઓ.જી.ટીમે મળેલ ખાનગી બાતમી આધારે પડાણા ઓવરબ્રીજથી નીચે ઉતરતા ખાલી સાઇડમાં આવેલ ઓમ આર્કેડમાં આવેલ દુકાનો પૈકી ગ્રાઉન્ડ ફ્લો૨ માં આવેલ દુકાન નં.જી -૧૬ માં જીતેન્દ્ર વિજયપાલ શર્મા પોતાના કબ્જા ભોગવટાની દુકાનમાં ગે.કા રીતે માદક પદાર્થ ગાંજો રાખી પ્રવૃત્તિ કરતા હોય જેથી દુકાનની તપાસ કરતા ગાંજો વજન ૯.૮૮૦ કિલો ગ્રામ કિ.રૂ .૯૮,૮૦૦ / – નો મુદ્દામાલ વેચાણ અર્થે -૨ાખી મળી આવેલ હોય જેથી તેમના વિરુધ્ધ એન.ડી.પી.એસ એક્ટ- ૮ ( સી ) , ૨૦ ( બી ) મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી ક ૨ વા સારૂ ગાંધીધામ બી.ડિવિઝન પો.સ્ટે.માં સોંપવામા આવેલ .
પકડાયેલ આરોપી : જીતેન્દ્ર વિજયપાલ શર્મા ઉ.વ -૩૦ રહે.શાંતીધામ -૩ મકાન નં .૫૦૮ ગળપાદર તા.ગાંધીધામ
પકડાયેલ મુદ્દામાલની વિગત : ( ૧ ) ગાંજા વજન ૯.૮૮૦ કિલો ગ્રામ કિ.રૂ .૯૮,૮૦૦ / ( ૨ ) મોબાઈલ નંગ -૧ કિ.રૂા .૩૦૦૦ / ( ૩ ) ડ્રાઇવીંગ લાયસન્સની નકલ કિ.રૂ. ૦૦/૦૦ ( ૪ ) ખાલી પ્લાસ્ટીકના ઝબલા નંગ -૨ કિ રૂ .૦૦ / ૦૦ ( ૫ ) એક સફેદ મીણીયાનો ખાલી કોથળો કિ.રૂ .00 / 00 કુલ્લ કિ.રૂ .૧,૦૧૮,૦૦ / -નો મુદ્દામાલ
ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઇન્સ. એસ.એન.ગડુ તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો .