કોરોનાથી સાજા થયેલ નર્મદાના 187 પોલીસ કર્મીઓ અને અધિકારીઓને
મલ્ટીવિટામિન ટેબ્લેટ દવાઓનું વિતરણ.
પોલીસ અમારો મિત્ર એજ અમારો હેતુ”નાં સૂત્રને સાર્થક કરતા કોરોના વોરિયર માટે કરાયું સેવા કાર્ય.
રાજપીપલા, તા 21
સમગ્ર વિશ્વમાં હાલ કોરોના (covid19) વૈશ્વિક મહામારી બની ચુકી છે ત્યારે પોલીસની
સેવા સૌથી અદભુત રહી છે તેવા સમયે કોરોના કમાન્ડર સમી ફરજમાં પોલીસ પરિવારને કોરોનાથી
સુરક્ષિત રાખવા માટે રેન્જ આઈજીપી હરિકૃષ્ણ પટેલે કરેલ સુચન અન્વયે અને ઇ.ચા. જિલ્લા
પોલીસ વડાશ્રી ધર્મેદ્ર શર્મા નાં માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને
નાયબ પોલીસ અધિક્ષક ચેતના એન. ચૌધરીની આગેવાનીમાં નર્મદા પોલીસનાં કોરોનાથી સાજા
થયેલ ૧૮૭ પોલીસ કર્મીઓ અને અધિકારીઓને મલ્ટીવિટામિન ટેબ્લેટ સહિતની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરક્ષા સેતુ સોસાયટી,નર્મદા પોલીસ તેમજ વિજય મેટરનીટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ
તથા રાજપીપલા અને સમાજ સેવા ટ્રસ્ટ રાજપીપળા ના સંયુક્ત ઉપક્રમે પોલીસ અધિક્ષક
નર્મદાની કચેરી ખાતે કોરોના મહામારી દરમિયાન સંક્રમિત થઈ સાજા થયેલ ફ્રન્ટલાઈન વર્કર એવા
પોલીસ કર્મચારીઓને મલ્ટી વિટામીન + ઝીંક તેમજ ફોલિક એસિડની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ
જે કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર ચેતના એન. ચૌધરી,પોલીસ ઇન્સ્પેક્ટર વી
આર વસાવા તેમજ સમાજ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સદસ્યો સહીત ૧૦ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, Covid -19 મહામારીમાં નર્મદા પોલીસનાં ૧૮૭ પોલીસ કર્મીઓ અને
અધિકારીઓ પોતાની કોરોના વોરિયર તરીકેની ફરજ બજાવતા સંક્રમિત થયા હતા,જે તમામને સમાજ
સેવા ટ્રસ્ટ અને વિજય મેટરનીટી અને સર્જીકલ હોસ્પિટલ દ્વારા “પોલીસ અમારો મિત્ર- એજ અમારો
હેતુ”નાં સૂત્રને ચરિતાર્થ કરતા દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ટ્રસ્ટીઓએ નર્મદા
પોલીસ પરિવાર કોરોનાથી સુરક્ષિત રહે તે માટે પ્રાર્થના કરી હતી.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા