*શહેરનું બજેટ 777 કરોડનો વધારો કરી 9685 કરોડનું બજેટ*

અમદાવાદ શહેરનું વર્ષ 2020-21નું બજેટ શાસક પક્ષે રજૂ કર્યું હતું.777 કરોડનો વધારો કરી 9685 કરોડનું બજેટ શાસક પક્ષે મંજૂર કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન અમુલ ભટ્ટે સુધારા સાથે બજેટ રજૂ કર્યું છે. રૂ. 443 કરોડ વિકાસના કામ માટે ફાળવ્યા છે.ચૂંટણીને ધ્યાને લઈને કરવેરા વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શાસક પક્ષે બજેટમાં વાહન વેરો મંજૂર કર્યો છે. જ્યારે સ્ટેન્ડિગ કમિટીએ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો રૂ. 228 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ફગાવ્યો છે. જો કે રૂ.16 કરોડનો વાહન વેરો યથાવત છે. જ્યારે કોર્પોરેટરોને વિકાસ કામ માટે રૂ.13 લાખ ફાળવવામાં આવતા હતાં, જેમાં 17 લાખનો વધારો કરી રૂ. 30 લાખ ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમજ સિનિયર સિટીઝન માટે કોર્પોરેશનની હોસ્પિ.માં ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવા માટે પણ જોગવાઈ કરી છે.અમદાવાદ કોર્પો. 777 કરોડના વધારા સાથે મંજૂર, સિનિયર સિટીઝન માટે કોર્પો.ની હોસ્પિ.માં ફ્રીમાં મોતિયાનું ઓપરેશન થશે