રાજપીપળા ખાતે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ની ઉજવણીના ભાગરૂપે વેબીનારનું આયોજન કરાયું.

રાજપીપળા,તા.5
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક સમાજ સુરક્ષા ખાતુ ગાંધીનગર હસ્તકની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નર્મદા દ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી ના ભાગરૂપે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વેબીનાર માં ધી રાઈટ ઓફ પર્સન્સ વિથ ડિસએબીલીટીએસ 2016 તેમજ દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ વિશે એસ.વી.રાઠોડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નર્મદા દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી તેમ જ દિવ્યાંગ મતદાર જાગૃતિ અને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગે એ. આઈ. હળપતિ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નર્મદા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વધુમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પર જિલ્લાના દિવ્યાંગજન 24 કલાક ઉપયોગ કરી સમાજ સુરક્ષા કચેરીની વિવિધ યોજનાઓ તેમજ તેને આનુષંગિક પ્રશ્નોનું નિરાકરણ ઘર બેઠા મેળવી મેળવવા જિલ્લા દિવ્યાંગજન લાભાર્થીઓને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા આવકારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા