ચામડીના રોગથી પીડાતી બોગજ કોલીવાડ ગામની મહિલાએ બીમારીથી કંટાળીને ઝેરી દવા પી જતા મહિલાનું મોત.

રાજપીપળા,તા. 5
ચામડીના રોગથી પીડાતી બોગજ કોળીવાડ ગામની મહિલાએ બીમારીથી કંટાળીને ઝેરી દવા પી જતા મહિલાનું મોત નીપજયું હતું.
બનાવ ની મુદત વિગતો મુજબ મરનારે શાંતાબેન લક્ષ્મણભાઈ રૂપસિંહભાઇ વસાવા (રહે, બોગજ, કોલીવાડ, તા.દેડિયાપાડા ) છેલ્લા પાંચ વર્ષથી ચામડીના રોગથી પીડાતા હતા, જેથી ઘણી સારવાર કરવા છતાં સારું નહીં થતા બીમારીથી કંટાળી જઇ છેવટે પોતાની જાતે જ ઘરમાં મુકેલ દવા પી જતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું આ અંગે નરપતભાઈ છત્રસિંહભાઈ વસાવા (રહે, બોગજ, કોલીવાડા ) પોલીસને જાણ કરતા દેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળાએ