ભાજપના બાલા ભરવાડને માટી ચોરીમાં 3 લાખ દંડ

નડિયાદના કાઉન્સીલર બાલા ભરવાડનું ખનીજનું વહનનું કૌભાંડ આવ્યું છે. મરીડાની હદમાંથી જેસીબીથી ખોદકામ કરી ડમ્પરમાં માટી ભરીને તેની ચોરી કરવામાં આવતી હતી. મરીડાની જમીનમાં ખોદકામ કરી તેની માટી-ખનીજનું વહન થતું હતું, ત્યારે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ તપાસ દરમિયાન બંન્ને વાહનનો ડ્રાયવરો મુસ્તાકખાન બસીરખાન પઠાણ રહે. હેરંજ, જિ. ખેડા તથા નિખીલ વિષ્ણુભાઇ સોઢાએ આ કામ બાલાભાઇ નાગજીભાઇ ભરવાડે કરવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું. આથી જેસીબી તથા ડમ્પર નં. જીજે 07 યુયુ 9915ને માટી ભરેલી હાલતમાં કબ્જે કર્યા હતા. જેમાં સાદી માટી અને ખનીજ ખોદકામવાળા વિસ્તારની માપણી કરાવતા કુલ 134 મેટ્રિક ટનનું ખોદકામ કરાયાનું જણાયું હતું. જેની કુલ મળી 3,84,049 ભરપાઇ કરવા માટે બાલાભાઇ નાગજીભાઇ ભરવાડને નોટિસ ફટકારવામાં આવી છે.