ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં આવ્યાં છે. મધુ શ્રીવાસ્તવની એક ઓડિયો ક્લીપ વાઈરલ થઈ છે, જેમાં તેઓ કોઈ અજાણ્યા સાથે ગાળાગાળી કરતા સંભળાય છે. આટલું જ નહીં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રજાના પ્રતિનિધિ દારૂના નશામાં વાત કરતા હોય તેવું લાગે છે. મધુ શ્રીવાસ્તવ પોરબંદરના રાજુ ઓડેદરા નામના શખ્સ સાથે ગાળાગાળી કરતાં સંભળાય છે. તો સામે રાજુ ઓડેદરા પણ ધારાસભ્યોને અપશબ્દો કહેતો સંભળાય છે. આ ઓડિયો ક્લિપમાં બંને લોકો રોજ દારુ પીવે છે અને પોતે દારૂના નશામાં જ રહે છે તેવી વાત કરતા પણ સંભળાય છે. આ ઓડિ. ક્લિપમાં રાજુ ઓડેદરા મધુ શ્રીવાસ્તવને સરકાર તમારું સાંભળતી નથી. ક્યાં સુધી ભાજપમાં રહેશો જેવા સવાલો કરે છે. જે બાદ બંને વચ્ચે ફોન પર જ ઝઘડો થાય છે અને બોલાચાલી બાદ બેફામ ગાળાગાળી કરે છે.