પીએમ કિસાન યોજનાનું સૂરસૂરિયું

લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને આકર્ષવા માટે મોદી સરકારે નાના ખેડૂતોના ખાતામાં વર્ષમાં છ હજાર રૂપિયા જમા કરવાનું વચન આપ્યું હતું, આ માટે ડિસેમ્બર ૨૦૧૮ના રોજ એક યોજના લોંચ કરી હતી. જે અંતર્ગત દર ચાર મહિને બે હજાર રૂપિયા એમ વર્ષમાં છ હજાર જમા કરવાના હતા, જોકે આ યોજનાના લાભાર્થી આશરે પાંચ કરોડ ખેડૂતોને ત્રીજો હપ્તો મળ્યો જ નથી