દેશભરમાં અસ્થિ વિસર્જન માટે જાણીતું કરનાળી નર્મદા તટે અસ્થિ વિસર્જન માટે મોટી સંખ્યામાં ઉમટતા લોકો માટે બ્રેક લગાવાઇ.

કરનાળી જુથ ગ્રામ પંચાયત બહારથી આવતા પ્રવાસીઓ તેમ જ અસ્થિર વિસર્જન કરવા કરનારી આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવ્યો.


 દેશભરમાં અસ્થિ વિસર્જન માટે જાણીતું કરનાળી નર્મદા તટે અસ્થિ વિસર્જન માટે મોટી સંખ્યામાં ઉમટતા લોકો માટે બ્રેક લગાવાઇ.


 કુદરતની બલિહારી કહો કે તે કરુણતા તે આનું નામ મૃતકને પવિત્ર નર્મદા માં અસ્થિ વિસર્જન માટે જગ્યા નથી!.


બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિ વિસર્જન કરવા આવતા લોકોને કરનાળી ગામમાં પ્રવેશ નહીં કરવા ગ્રામ પંચાયતે નિર્ણય પ્રવેશ બંધી ફરમાવી દીધી.


રાજપીપળા,તા. 28


 ગુજરાતભરમાં કોરોના ના કેસો વધતા જતા હોવા ઉપરાંત મરણ નો આંકડો ક્રમશઃ વધી રહ્યો છે ત્યારે હવે હું તકોના અગ્નિ સંસ્કાર અને નર્મદા કિનારે ક્રિયાકરમ અને અસ્થિ વિસર્જન માટે લઈને પડી રહી છે.તો બીજી તરફ સરકાર ની ગાઈડલાઈન મુજબ મૃત્યુ પ્રસંગ માં ૫૦ થી વધુ લોકોને જવાની મનાઈ છે તો નદી કિનારે પણ હવે વિધિ માટે પાંચથી વધુ લોકોને જવા દેવાતા નથી છતાં લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે લોકો નિયમો તોડીને નર્મદા કિનારે અસ્થિ વિસર્જન કરવા હડિયાદોડી કરી રહ્યા છે ત્યારે દેશભરમાં અસ્થિ વિસર્જન માટે જાણીતું કરનાળી નર્મદા તટે અસ્થિ વિસર્જન માટે મોટી સંખ્યામાં મળતાં લોકો માટે બ્રેક લગાવી છે.

 કરનાડી જુથ ગ્રામ પંચાયતે બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિ વિસર્જન કરવા કરનારી આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવી બહારના લોકોને ગ્રામ માં પ્રવેશ કરવો નહીં તેવો આદેશ કરી દેવાયો છે. કરનાળી જુથ ગ્રામ પંચાયત દ્વારા કરનારી જુથ ગ્રામ પંચાયત દ્વારા જાહેર જનતાને આ અંગે અપીલ કરી છે કે કોરોના વધુ ફેલાવો ના થાય તે માટે કરનારી ગ્રામમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.તેથી બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિવિસર્જન એ કરનારી ગામમાં પ્રવેશ નહીં કરવા ગ્રામ પંચાયતે નિર્ણય પ્રવેશ બંધી ફરમાવી દીધી છે.


 રિપોર્ટ :જ્યોતિ  જગતાપ,રાજપીપળા