અમદાવાદીઓ ની મંગણી. – પે પાર્કિંગ હટાવો.

મૂકા,
#પેપાર્કિંગહટાવો
હું આ વિડિયો દ્વારા એએમસી ના સત્તાધારીઓ અને સ્થાનિક ધારાસભ્ય તેમજ સંસદસભ્યને સવાલ કરું છું કે રોડની પહોળાઈ ઓછી કરીને બનાવેલા બ્રિજ નીચે વહેપારીઓ પાસે પાર્કિંગ માટે પૈસા વસુલ કરવામાં આવે છે તે કેટલે અંશે વ્યાજબી છે? પ્રમાણિકતાથી જે લોકો સામાન્ય કરતાં 8 થી 10 ગણો પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય, રોડ તેમજ ઇન્કમ ટેક્સ ભરે છે તેની પાસે અને તેમના ગ્રાહકો પાસેથી પાર્કિંગના નામે દંડ! રોડ ઉપરના આ વિડીઓમાં દેખાતાં ફેરિયાઓ સરકારને ફક્ત અંગુઠો બતાવે છે તેઓને આ બ્રિજ નીચે ઉભા રહીને વેપાર કરવાની છૂટ! આશ્ચર્યજનક વાત તો એ છે સેકન્ડમાં રોડ ઉપર પાર્કિંગ કરેલા વાહનો ટોઈંગ કરીને ઉપાડી લેવામાં આવે છે જ્યારે સવારથી સાંજ સુધી ફેરિયાઓ બિન્દાસ વિના રોકટોક વેપાર કરતાં ફેરિયાઓની રેકડી ઉપાડવાની તસ્દી કોઈ લેતું નથી! બ્રિજ નીચે પે પાર્કિંગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી વેપારીઓ માંગણી કરે છે…
All Amdavadis Please Forward to Your Corporaters, MLAs and MPs