*સુરતમાં સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ 10ની વિદ્યાર્થિનો આપઘાત*

ડાજણમાં આવેલી પારસ સોસાયટીમાં હિર અમિતભાઈ મોઢિયા એક ભાઈ અને માતા પિતા સાથે રહેતી હતી. હિરના પિતા એસ્સાર સ્ટીલમાં સિનિયર મેનેજર છે. હિર સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. હાલ હિરની સ્કૂલમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રિલિમરી પરીક્ષા ચાલતી હતી. 29મીએ ગુજરાતીનું પેપર આવીને ઘરે આવ્યા બાદ માનસિક તણાવમાં હતી. હિરે જણાવ્યું હતું કે, પેપર સારું નથી ગયું. ત્યારબાદ 30મીએ ગણિતનું પેપર સારું ગયું હતું અને આજના પેપરની તૈયારી કરતી હતી.