ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસુ એવા અહેમદ પટેલના નિધન પછી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાજ અને સક્રિય રાજકારણમાં લઈ જવાની તૈયારી.

રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનવી આઝાદ નો સંકેત. ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ આવ્યા બાદ રાજકીય હિલચાલ શરૂ.
અહમદ પટેલના સપના પરિવાર સાથે મળી પુરા કરીશું : ગુલામનબી આઝાદ.
રાજપીપળા, તા.29
ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસુ એવા અહેમદ પટેલના નિધન પછી ભરૂચ જિલ્લા સહિત સમગ્ર અખિલ ભારતીય કોંગ્રેસ છાવણીમાં ઘેરાશોકનું મોજું ફરી વળ્યું છે.કોંગ્રેસે એક સારા અને વફાદાર નેતા ગુમાવ્યા છે,એનો રંજ છે.ત્યારે હવે તેમની ભરપાઈ તો ન કરી શકાય પણ તેમના અધુરા સ્વપ્નો અને કામો પૂરા કરી શકાય તે માટે એહમદ પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાજની સક્રિય રાજકારણમાં લઈ જવાની તૈયારી કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.
પીરામણ ખાતે તેમની દફનવિધિ માં ખાસ રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય સભામાં વિપક્ષી નેતા ગુલામનવી આઝાદ,ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ પીરામણ આવ્યા હતા. અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવે બંને રાજકારણમાં આવવાની રાજકીય હિલચાલ શરૂ થઈ છે. રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામનવી આઝાદે સંકેત આપ્યો છે કે અહેમદ પટેલ ના સપના પરિવાર સાથે મળી પુરા કરીશું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનના પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનો દિલ્હીથી રાજ્ય સભાના વિપક્ષીનેતા ગુલામનબી આઝાદ અને હરિયાણાના માજી મુખ્યમંત્રી સહિતના નેતાઓ દિલ્હીથી સુરત એરપોર્ટ આવ્યા હતાm જ્યાંથી અંકલેશ્વરના પીરામણ ગામે પહોંચી અહેમદ પટેલના પત્ની, પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝને સાંત્વના પાઠવી, સક્રિય રાજકારણમાં લઈ જવાનો સંકેત આપ્યો હતો. આ નેતાઓએ કબ્રસ્તાનમાં અહમદ પટેલની કબરએ ફૂલો ચઢાવી દુઆ પાઠવી હતી.
રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામનબી આઝાદ હરિયાણાના માજી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા તેમના સાંસદ પુત્ર દિપેન્દ્રસિંહ હુડ્ડા,આનંદ શર્મા, કાનીષ્કા સિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુલાબનબી આઝાદે જણાવ્યું હતું કે કોંગ્રેસે બુનિયાદી સ્થંભ ગુમાવ્યું છે.તેમના અધૂરા કામ અને સપના તેમના પુત્ર ફૈજલ અને પુત્રી મમતાજ સાથે મળીને પુરા કરીશું.તેમના જવાથી માત્ર ભરૂચ કે ગુજરાતની જ નહીં પણ સમગ્ર રાષ્ટ્રને એક નેતાની ખોટ પડી છે. એમદભાઈ સાથે અમારે છેલ્લા 40 વર્ષથી નાતો રહ્યો છે.યુથ કોંગ્રેસમાં હતા ત્યારથી અત્યાર સુધીમાં અમે સાથે કામ કર્યું.
પૂર્વ વાણિજ્ય મંત્રી આનંદ શર્મા જણાવે છે કે તેમની કમી માત્ર તેમના પરિવાર માટે નથી,કોંગ્રેસ પક્ષ અને દેશની રાજનીતિમાં પણ વરતાશે.તેઓ એક સારા મિત્ર,સારા વ્યક્તિ અને નેકદિલ વ્યક્તિ હતા.

રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા