કેન્દ્રની કામદાર વિરોધી નીતિ સામે વિરોધ આજે રાજપીપળા સહિત નર્મદામાંબેંક કર્મીઓની હડતાલ.

રાજપીપળાની સ્ટેટ બેંક સિવાય રાષ્ટ્રીયકૃત બેંકો બરોડા બેંક,દેના બેંક,પંજાબનેશનલબેંક,કેનેરા બેન્ક ચાલુ રહી. જ્યારે ખાનગી બેંકો બંધ રહી.
ઓનલાઇન સેવા ચાલુ રહી.
રાજપીપળા, તા.26
કેન્દ્ર ની કામદાર વિરોધી નીતીઓના વિરોધમાં, આજે બેંક કર્મચારીઓ દ્વારા એક દિવસની
હડતાળનું એલાન આપ્યુ છે.જેના અનુસંધાને રાજપીપળા સહિત નર્મદાનાંબેંક કર્મીઓની હડતાલ ચાલુ રહેતા આજે લાખો નું ક્લિયરંસ ઠપ થઇ ગયુ હતુ. રાજપીપળાની સ્ટેટ બેંક સિવાયની રાષ્ટ્રીયકૃત બેંકો બરોડા બેંક, દેના બેંક, પંજાબ નેશનલબેંક,કેનેરા બેન્ક ચાલુ રહી હતી.જ્યારે ખાનગી બેંકો બંધ રહી હતી.
ખાસ કરીને નાણાં ઉપાડવા માટે ગ્રાહકોને મુશ્કેલી પડી હતી.જેને કારણે એટીએમપર ગ્રાહકોનો ધસારો વધારે જોવા મળ્યો હતો. બેંક બંધ હોવા છતા જોકે ઓનલાઈન બેંકિગ સેવા ચાલુ
રહી હતી. જોકેઆ હડતાળમાં સ્ટેટ બેંક
ઓફ ઈન્ડિયા જોડાઇ નહોતી.જોકે એક
દિવસની હડતાળના પગલે રાજપીપળા શહેરમાં કરોડૉનો વ્યવહાર ઠપ થઇ ગયો હતો.
હડતાળ અંગે બેંક સત્તા ધીશો એ જણાવ્યુ હતુ કેહતું કે, કેન્દ્રીય મજૂર મંડળોએ નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારની કામદાર અને પ્રજા વિરોધી નીતીના વિરોધમાં એક દિવસની હડતાળનું એલાન કર્યું છે. કેન્દ્રિય કામદાર મંડળની 7 માંગણીઓ બેંક કર્મચારીને પણ એટલી જ લાગુ પડતી હોવાથી બેંક ઉદ્યોગના 3 સંગઠના સભ્યો આ હડતાળમાં જોડાશે,બેંક કર્મચારીઓની માંગણી છે કે, બેંકોનું ખાનગીકરણ ન કરવું તેમજ જાહેરક્ષેત્રની બેંકોની શાખાઓ વધારવા સહિતની માગણી છે. કેન્દ્ર સરકારે કામદારો સાથે વાતચીત કર્યા વગર શ્રમિક કાયદો પસાર કર્યો છે. જેથી હડતાળ પર જવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી એમ જણાવ્યું હતું

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા