80 મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરિષદ કેવડિયા
વિષય : સશક્ત લોકતંત્ર માટે વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય
*રાષ્ટ્રપતિ માનનીય શ રામનાથ કોવિંદનું ઉદબોધન :*
રાજપીપળા, તા 25
● વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ભારતની લોકશાહી અખંડ અને મજબૂત છે. ભારત એ લોકશાહીનું જનક છે.
●આજે દેવઊઠી અગિયારસના પાવન અવસરે સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં આજનો દિવસ ગૌરવ પૂર્ણ છે. સરદાર સાહેબની પ્રતિમાને statue of unity નો દરજ્જો ઉચિત છે.
● આ આપણા માટે પ્રસન્નતા અને ગૌરવની ઘટના છે, કારણ આપણે સૌ સરદારની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં છીએ. એક સમયે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હતું અને આજે સ્ટેચ્યુ ઑફ યુનિટી સૌથી ઉંચી પ્રતિમા છે.
આજે દેવઉઠી એકાદશી છે, આ દૈવી સંયોગ છે કે, આજથી માંગલિક કર્યો શરૂ થયા છે. આ કાર્ય પણ.
● આ ઐતિહાસિક કાર્યક્રમમાં સંમિલિત થવાની મને ખુશી છે.
● સંવિધાન દિવસનું આપણા માટે વિશેષ મહત્વ છે. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ રહ્યા. જે સરદારના મોટાભાઈ અને ગુજરાતના હતા. શ્રી ગણેશ વાસુદેવ માવલંકર લોકસભાના પહેલા સ્પીકર બન્યા. યોગાનુયોગ તેઓ પણ ગુજરાતમાં જન્મ્યા હતા.
● ભારતમાં લોકતંત્રના પાયા મજબૂત છે. આપના પ્રાચીન ગ્રંથોમાં ગણતંત્રનો ઉલ્લેખ છે. બિહારના પ્રાચીન ગણરાજ્ય વૈશાલી કપિલવસ્તુનો ઉલ્લેખ છે.
● છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની અપેક્ષા લોકપ્રતિનિધિ પાસેથી વધી છે. માધ્યમોના આ ગતિશીલ યુગમાં સંસદ, વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરાય છે. આ સ્થિતિમાં અમર્યાદિત આચરણ પીડાદેહ છે. જનપ્રતિનિધિ સંસદીય પ્રણાલિકાનું પાલન કરે તેવું પ્રજા ઈચ્છે છે. આ વ્યવસ્થામાં વાદને વિવાદ ન બનાવતા સંવાદથી સમાધાન કરે. શિષ્ટ સંવાદથી લોક સમસ્યાનું નિરાકરણ લાવી કામ કરે. નિષ્પક્ષ કામગીરી અતિ આવશ્યક છે.
● એક ગોવાળનું ઉદાહરણ આપી નિષ્પક્ષ ન્યાયની અને કામગીરીની ચર્ચા કરી. રાજા વિક્રમાદિત્યના ઉદાહરણથી સૌ નિષ્પક્ષતાથી વર્તન કરે તેવુ જણાવ્યું. ધર્મચક્ર પ્રવર્તાય અને બુદ્ધની પ્રતિમાનો પણ નિષ્પક્ષ અનેં નિર્ણાયક કાર્ય કરવા ઉપર ભાર મૂક્યો.
● સશક્ત લોકતંત્ર આ સંમેલનનો ઉદ્દેશ હોવો જોઈએ. ગરીબ, દલિત, પીડિત માટે કાર્ય થાય. ઘોષણાપત્ર રજૂ કરી મને પણ આપશો.
● રાષ્ટ્રપતિશ્રીએ શ્રી અહેમદ પટેલને યાદ કરી તેમને નમન કર્યા. આ વિસ્તાર તેમનો કાર્યક્ષેત્ર હતું.
● ટેન્ટ સિટી ખાતે યોજાઇ રહેલી અખીલ ભારતીય પીઠાસીન અધિકારીની પરિષદમાં કેન્દ્ર સરકાર દ્વારા બંધારણ ઉપર એક માહિતપ્રદ પ્રદર્શનનું યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં વેદકાલીન ભારતથી માંડી આધુનિક સમયમાં લોકશાહીના મૂલ્યોનું કેવી રીતે જતન કરવામાં આવ્યું છે, તેની ઓડિયો વિઝ્યુઅલ અને સચિત્ર માહિત પ્રસ્તુત કરવામાં આવી છે.
● સંવિધાન સભાના પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકરની ૧૨૫ની જન્મ જયંતિએ ૨૬મી નવેમ્બર ૨૦૧૫થી સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે. તેના ઉપલક્ષ્યમાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
● ઋગવેદમાં સભા અને સમિતિ નામે લોકોના મત જાણવાની પ્રથાથી લઇને પ્રાચીન ભારતમાં જનપદ, મહા જનપદ અને ગણ, મહાગણ જેવા ખ્યાલો લોકશાહીને વિવિધ સ્વરૂપે રજૂ કરતા હતા. એ બાદ રજવાડાઓમાં પણ કેટલાક સ્થળોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચના, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન થયેલી કાર્યવાહી અને રચાયેલા વિવિધ કમિશનોની માહિતીનું ઉંડાણપૂર્વક નિરૂપણ આ પ્રદર્શનમાં કરવામાં આવ્યું છે.
● આ ઉપરાંત બંધારણીય સમિતિના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા મતોની માહિતી દ્રષ્યશ્રાવ્ય માધ્યમથી રજૂ કરાઇ છે. જેમાં ૧૫૦થી વધુ સ્લાઇડ મૂકવામાં આવી છે.
● પરિષદ પૂર્ણ થયા બાદ લોકો તેને નિહાળી શકશે.
તસવીર: જયોતિ જગતાપરાજપીપળા