એસીબી સફળ ટ્રેપ

એસીબી સફળ ટ્રેપ તા.25/06/21
ફરિયાદી- એક જાગૃત નાગરિક

આરોપી
(૧)યુ.આર.ભટ્ટ, મહિલા પો.સ.ઈ. વર્ગ-૩, મહિલા પોલીસ સ્ટેશન, જામનગર

(૨)દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા આર્મ લોકરક્ષક (ડ્રાઈવર), વર્ગ-૩,મહિલા પોલીસ સ્ટેશન, જામનગર

લાંચની માંગણીની રકમ- રૂ.૫૦૦૦/-

લાંચ સ્વીકાર્યાની રકમઃ- રૂ.૫૦૦૦/-

લાંચની રીકવરીની રકમઃ- રૂ.૫૦૦૦/-

ટ્રેપ નું સ્થળઃ- મહિલા પોલીસ સ્ટેશન, જામનગર

ટ્રેપની તારીખ:૨૫/૦૬/૨૦૨૧

ગુન્હાની ટૂંક વિગત:-
આ કામના ફરીયાદીના સાળીને કોઈ ઈસમ ભગાડીને લઇ ગયેલ અને તેની તપાસ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં આ કામના આરોપી નં.(૧) પાસે ચાલતી હતી. આ કામના આરોપી નં.(૧)નાએ ફરિયાદીને પોલીસ સ્ટેશન ખાતે અવાર નવાર બોલાવી ફરિયાદી પાસે તેમની સાળીના કેસની વ્યવસ્થિત તપાસ કરેલ તેના ખર્ચા પેટે રૂ.૫૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ.
ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા, ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવતા, આ કામના આરોપી નં. (૧)નાએ ફરિયાદીને લાંચના રૂ.૫૦૦૦/- આરોપી નં. (૨)ને આપવા જણાવેલ. આરોપી નં.(૨)નાએ ફરિયાદી પાસે લાંચની રકમની માંગણી કરી, સ્વીકારી, પકડાઈ જઈ, બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી, ગુનાહિત ગેરવર્તણુક કરી ગુનો કર્યા બાબત.

ટ્રેપીંગ અધિકારી: શ્રી એ. ડી. પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, તથા એસીબી પોસ્ટે જામનગર અને દેવભૂમિ દ્વારકા સ્ટાફ.