જુનાગઢ પોલીસે ૨ કરોડના દારૂ પર રોલર ફેરવી દીધુ

જિલ્લા પોલીસ વડા સૌરભ સિંદ્ય દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એચ. કોરટ, પ્રોબ. પીએસઆઇ કે.જે.પટેલ, દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, બે કરોડની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જૂનાગઢના એસડીએમ જે.એમ.રાવલ, મામલતદાર  એચ.વી.ચૌહાણ તથા ઇન્ચાર્જ નશાબંધી અધિક્ષક એમ.બી.સોલંકી, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એચ. કોરટ, કે.જે.પટેલ, ભવનાથ પીએસઆઇ પી.વી. ધોકડીયાની હાજરીમાં સુખપુર ગામનીઙ્ગ વડાલ રોડ ઉપર પડતર સરકારી ખરાબાની જમીન ખાતે કરવામાં આવેલ હતી. આ કાર્યવાહીમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. હુસેનભાઇ, નાથાભાઈ, વિરમભાઇ, હિતેશભાઈ, પો.કો. જૈતાભાઈ, સંજયસિંહ, તેમજ એસ. ડી.એમ કચેરીના અનીલભાઈ, વિશાલભાઈ, દિલુભાઈ, કિરીટભાઈ સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

ંવિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં ર્ંજૂનાગઢ પોલીસ સ્ટેશનના સને ૨૦૧૭ થી ૨૦૧૯ સુધીના કુલ ૮૧ ગુન્હાની વિદેશી દારૂ તથા બિયરની બોટલો મળી કુલ બોટલો નંગ ૬૫૪૨૧ કિંમત રૂ. ૧,૯૭,૮૧,૬૭૫/-ના મુદ્દામાલનું રોલર ફેરવી અને વડાલ રોડ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં નાર્શં કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ ર્ંસને ૨૦૧૭ થી આજદિન સુધીમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનાનો મુદ્દામાર્લં હતો.

આ પહેલાં પણ છેલ્લા બે માસ પહેલા જુનાગઢ ડીવિઝનના એ, બી અને સી પોલીસ સ્ટેશનો ખાતે પકડાયેલ આશરે એક કરોડ રૂપિયાની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા વિસાવદર ખાતે આશરે ૬૦ લાખ.