ગુજરાતે મધ્યપ્રદેશ સરકાર પાસે રૂા.પાંચ કરોડ માંગ્યા વિજળી મામલે ગુજરાત-મધ્યપ્રદેશ સરકાર આમને સામને મધ્યપ્રદેશે ૯૦૪ કરોડ માંગ્યા

રાજપીપળાતા.૨૪

મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર
વચ્ચે સરદાર સરોવર પ્રોજેક્ટના વીજ
ઉત્પાદનને લઈને વિવાદની સ્થિતિ
સર્જાઇ છે. મધ્યપ્રદેશનો દાવો છે કે,
સરદાર સરોવર ડેમ માટેના કરાર
અનુસાર વીજળી ઉત્પન્ન નથી થઈ.
જેના પગલે મ.પ્રદેશને અન્ય રાજ્યો
પાસેથી વીજળી ખરીદવી પડે છે. આ
માટે ગુજરાત સરકાર પાસેથી ૯૦૪કરોડ રૂપિયાનો ક્લેમ માંગવામાં
આવ્યો હતો. જો કે ગુજરાત સરકાર
દ્વારા તેને ફગાવી દેવાયો છે.
મધ્ય પ્રદેશના દાવાને ફગાવતા ગુજરાત સરકારે કહ્યું કે, મધ્યપ્રદેશના
ઈન્દિરા સાગર ડેમમાં પાણી રોકવાના
કારણે વીજળી ઉત્પન્ન નથી થઈ. આ
તથ્યના આધારે ગુજરાત સરકારે વળતો
મધ્ય પ્રદેશની સરકાર પર જ ક્લેમ
ઠોક્યો છે. જે બાદ વિવાદ અટકવાની
જગ્યાએ વકરતો હોય તેમ જણાઈ રહ્યું
છે. ગુજરાત સરકારનો દાવો છે કે, મધ્ય
પ્રદેશમાં પાણી રોકવાના કારણે તેમને
૧૦મિલિયન યુનિટનું નુક્સાન થયું છે.
આ માટે ગુજરાત સરકારે ૫ કરોડ
રૂપિયાનો ક્લેમ માંગ્યો છે. આખરે હવે
સમગ્ર મામલે સરદાર સરોવર
જળાશય નિયમન સમિતિ સુધી
પહોંચ્યો છે. આ મામલે જલ્દી કોઈ
કાર્યવાહી કરવામાં આવીશકે છે

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા