રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમા થયો ફેરફાર, અમદાવાદ, ગાંધીનગરની અગાઉની મૂલાકાત રદ કરાઇ હવે સીધા કેવડીયાપધારશે રાષ્ટ્રપતિ ૨૫ મીએ માત્ર એક જ દિવસની મૂલાકાત લેશે.

રાજપીપળા તા૨૩

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામા આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અગાઉના
કાર્યક્રમ મુજબ અમદાવાદ, ગાંધીનગરની મુલાકાત લેવાના હતા તે મૂલાકાત હાલ રદ કરવામા આવી છે અને આ કાર્યક્રમમા ફેરફાર
કરી હવે રાષ્ટ્રપતિ ૨૫મીએ સીધા કેવડીયાની માત્ર એક જ દિવસની મૂલાકાત લેશે એમ આધારભૂત સૂત્રો જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ૨૫-૨૬ નવેમ્બર ના રોજ સ્ટેગ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટિ-૨ ખતે ૮૦ મી ઓલ ઇન્ડિયા
પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાવાની છે. જેમા જેમા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રીય વેકૈયા નાયડુ સહિત દેશના
તમામ રાજ્યોના વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ રાજ્યસભા, લોકસભાના સંબંધીત અધિકારીઓ મળી કુલ ૨૦ જેટલા
વીવીઆઇપીની ઉપસ્થિતિમા કેવડિયાટેન્ટસિટિખાતે કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે, જેમાં રાષ્ટ્રપતિનો
ગુજરાતનો કાર્યક્રમ
અગાઉથી નકકી થયો હતો તેમ છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે
જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૫ મીએ સવારે ૯ ૫ કલાકે એરફોર્સ વિમાનમારફતે વડદોરા પહોચશે અને ત્યાથી હેલીકોપ્ટર
મારફતે કેવડીયા પહોચશે તેઓ સવારે ૧૧.૩૦કલાકે ઉદધાટન કરશે તેમના વિવિધ કાર્યકમો બાદ જ જાપ કલાકે કેવડીયાયી
વડોદરા અને ૫.૩૦ કલાકે વડોદરા એરપોર્ટ પરથી દીલહી જવાના રવાના થશે

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા