*ઉત્પાદન પછી હવે સર્વિસિસ PMI પણ વધીને સાત વર્ષની ઊંચાઈએ*

નવી દિલ્હીઃ પાછલા કેટલાક દિવસોથી જાહેર થઈ રહેલા આંકડા એ વાતની પુષ્ટિ કરે છે કે દેશનું અર્થતંત્ર મંદીની ગર્તામાંથી બહાર નીકળીને ધીમે-ધીમે પાટે ચઢી રહ્યું છે અને આર્થિક ક્ષેત્રે વ્યાપેલી સુસ્તી ધીમે-ધીમે દૂર થઈ રહી છે. મંગળવારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના આંકડા સકારાત્મક આવ્યા હતા. હવે સર્વિસિસ ક્ષેત્રે જાહેર થયેલા આંકડા પણ પ્રોત્સાહક આવ્યા છે.જાન્યુઆરીમાં માગ મજબૂત રહેતાં સર્વિસિસ ક્ષેત્રની કામગીરીમાં ઉછાળો આવ્યો હતો અને સર્વિસિસ PMI સાત વર્ષના ઊંચાઈએ પહોંચ્યા હતા.