*ડિફેન્સ એક્સપોમાં વડાપ્રધાને કહ્યું વોર-ફેર નહીં પણ વેલફેર*

લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ડિફેન્સ એક્સપો શરુ થઈ ગયો છે. વડાપ્રધાન મોદીએ આ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું. સુરક્ષાના યંત્રો બનાવવા સાથે જોડાયેલા વ્યાપારીઓએ આ ચાર દિવસીય એક્સપોમાં 70 થી વધારે દેશોની 1028 કંપનીઓ પોતાના ઉત્પાદનો અને ટેકનિકોનું પ્રદર્શન કરી રહી છે. આમાં 856 ભારતીય અને વિદેશી કંપનીઓ છે. આ ચાર દિવસીય આયોજનમાં 39 દેશોના રક્ષામંત્રીઓ પણ આવશે