ભાવનગર તા. વડોદરા નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે ૪ વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં ૧૫ લોકો ફસાઇ ગયા હતા. તમામને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ૧૦ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ૧૭ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સારવાર ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સવારે ૪ વાગે અકસ્માતની ઘટના બનતાં સમગ્ર હાઈવે પર ટ્રાફિમજામની સ્થિતિ ઊભી થઈ હતી. અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. અકસ્માતમાં કુલ ૧૦ લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં ૫ મહિલા, ૩ પુરુષ અને ૨ બાળક સામેલ છે. હાઈવે પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી
અકસ્માતમાં મૃતકોની યાદી
-હંસાબેન ખોડાભાઇ જીંજા
-ભૌતિક ખોડાભાઇ જીંજા
-દિનેશભાઇ ઘુઘાભાઇ બદલાણીયા
-દેવાંશી બિજલ ખડીયા
-નેન્સી નરેશભાઇ જીન્જુવાડીયા
-પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા
-દક્ષાબેન ઘનશ્યામ કલસરીયા
-ઉત્તમ હરીશભાઇ જીન્જુવાડીયા
-રૂતિક જીન્જુવાડીયા
-ખોડાભાઇ ચુનાભાઇ આહીર