રાજપીપળા ખાતે 8 ગામના ખેડૂતો અને ગ્રામજનો સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં સરપંચનો કલેકટર કચેરીએ રેલી કાઢી હલ્લાબોલ.

રાજપીપળા ખાતે 8 ગામના ખેડૂતો અને ગ્રામજનો સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં સરપંચનો કલેકટર કચેરીએ રેલી કાઢી હલ્લાબોલ.

નર્મદાના 8 ગામના ખેડૂતોનો સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ.

ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથે નર્મદાના તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓના બહિષ્કારની પણ ચીમકી આપતા ચકચાર.

કલેકટરને સરપંચ પરિષદ અને ખેડૂતોએ આવેદન આપ્યું.

ખેડૂતોને અન્યાય થતા સીધા મુખ્યમંત્રીને ફરિયાદ.
દેડીયાપાડા તાલુકાના જંગલની જમીનના સનદ ધરાવતા ખેડુતોને સરકારના લાભો રેવન્યુ ખેડુતોને લાભો અપાવવા સરપંચ પરિષદ દ્વારા મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ.

રાજપીપળા, તા. 28

આજરોજ રાજપીપલા ખાતે નર્મદા 8ગામના ખેડૂતો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના મોટી સંખ્યામાં ઉમટી પડેલા સરપંચોએ ખેડૂતોના પ્રશ્ને કલેક્ટર કચેરી પહોંચી હલ્લાબોલ કરી,મુખ્યમંત્રીને ઉદ્દેશીને અધિક નિવાસી કલેકટર ને આવેદન આપ્યું હતું.
આવેદનમાં જણાવેલ હકીકત અનુસાર દેડીયાપાડા તાલુકાના 8 ગામ આઠ ગામો કમોદવાવ, શેરવાઇ,લતર, ગોલવાણ ,ખોડાઆંબા
ઓલગામ, કાંટીપાણી ,આંબાવાડીના ખેડૂતો જંગલખાતાના સંત ધરાવતા ખેડૂતો બાપ દાદાના સમયથી જંગલ ખાતાની જમીન ખેડી પાક લેતા આવ્યા છે.પરંતુ આ 8 ગામના ખેડુતો પાસે સનદ હોવા છંતા તે જમીન રેવન્યુમા તબદીલ થયેલ નથી.જેથી સરકારના નિયમોનુસાર અને સરકારના ધારાધોરણ મુજબ સરકારની યોજના માત્ર રેવન્યુ જમીન ધરાવતા ખેડુતોને જ આપવામાં આવે છે. જયારે 8 ગામના ખેડૂતો સનદની જમીન ધરાવનાર તદન ગરીબ અને આદીવાસી ઉડાણ અંતરિયાળ વિસ્તારમાં રહેતા આ સનદી ખેડુતોને સરકારનો લાભ મળતો નથી .જેથી સનદી ખેડુતોને સરકારની યોજનાનો લાભ ન મળવાને કારણે ભારેભાર અન્યાય થાય તેમ છે.જેને કારણે ઘર આંગણાના આ ખેડૂતો સામાજીક અલગતાનો અનુભવ કરી રહ્યા છે. તેથી આ લાભ અપાવી અને તેમ શક્ય ના હોય તો સનદ ધરાવનાર ખેડૂતોની જમીન રેવન્યુ માં તબદલી કરાવવા અમારા ખેડૂતોએ માગણી કરી હતી. જો અમારી માંગ સ્વીકારાય અને અમારા ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગ છે .તેમ છતા જો અમારી માંગ નહી સ્વીકારાય અને અને અમારા ખેડૂતોને ન્યાય નહી મળેતો અમારે ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેની જાનાવી આગામી સમયમાં તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીઓ આવી રહી છે,ત્યારે અમારી માંગ જો સ્વીકારવા મા નહી આવે તો આવનાર તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીનો પણ બહિસ્કાર કરવામાની ચીમકી આપી.10 દિવસનું અલ્ટીમેટમ આપતા ચકચાર મચી જવા પામી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા