*સુરત વરાછામાં વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગનાં દરોડા, ભેળસેળ થતી હોવાની ફરિયાદ*

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેશ થતી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ આરોગ્ય વિભાગે પનીરના નમુના લઈ લેબમાં મોકલ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ભેળસેળ કરતા એકમોમાં ફફડાટ ફેલાયો છે. જો પનીરમાં કોઈપણ પ્રકારની ભેળસેળ હશે તો આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના સંચાલકને નોટિસ પાઠવી દંડની રકમ વસુલવામાં આવશે.