*સુરતમાં કોરોના વાઈરસનો દર્દી હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો*

ચીન બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યાઓ વધી રહી છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસ બાદ હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસનો સંદિગ્ધ કેસ નોંધાયો છે. ગુજરાતના સુરતમાં પણ એક દર્દીને અલગ રાખવામાં આવ્યો હતો. તેનો મેડિકલ ટેસ્ટ થઈ રહ્યો હતો. પણ 4 ફેબ્રુઆરીએ તે અચાનક ભાગી ગયો. સુરતના આ દર્દીની ઉંમર 41 વર્ષની છે અને તે વરાછા વિસ્તારનો રહેવાસી છે. 19 જાન્યુઆરીના રોજ તે ચીનથી પરત ફર્યો હતો. ત્રણ ચાર દિવસ બાદ શરદી, ઉધરસ અને તાવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. એ પછી તેને આઈસોલેટેડ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તક મળતા જ તે ભાગી છૂટ્યો હતો