*નવા વર્ષમાં સાવધાન કોરનાએ ફરી માથું ઉચક્યું*
બજારોમાં બેખૌફ બનીને ફરવું ભારે પડ્યું દિવાળીએ અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, એક સાથે 91 કેસ આવ્યા, ખાનગી હોસ્પિટલોમાં માત્ર 20 જ વેન્ટીલેટર ઉપલબ્ધલોકો બેખૌફ બનીને જાણે કે કોરોના છે જ નહીં એ રીતે ખરીદી કરવા નીકળી પડ્યા હતા. જેને પગલે કોરોના વિસ્ફોટ થવાની ભીતિ સેવવામાં આવી રહી છે જે હવે સાચી પડવા લાગી છે
*
*2020 વર્ષ આર્થિક-શારિરીક બન્ને રીતે પડયું મોંઘુ*
કોરાના મહામારીએ કમર તોડી નાખી, મગફળીના મબલખ ઉત્પાદન છતા સિંગતેલમાં ૨૪ ટકાનો તોતિંગ ભાવ વધારો ઝીંકીયો સોનું ૩૧ ટકા મોંઘુ થઈ ગયું, ડુંગળી-બટેટામાં ભાવ વધારો ઝીંકી દેવાયો, મેઘરાજાની ભરપૂર કૃપા વરસી છતા દરેક ચીજ વસ્તુમાં ભાવ વધારો ઝીંકી દેવાયો, એક વર્ષમાં ૧૨,૬૦૦ વધારા સાથે સોનુ રૂ૫૪૩૦૦ ઉપર પહોંચ્યું રૂ૬૭ ના લિટર લેખે વેચાતું પેટ્રોલ આજે રૂ ૭૮-૭૯એ પહોંચી ગયું છે.
*
*ભારત પહોંચી રશિયાની વેક્સીન*
કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે વિશ્વભરના દેશો વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ભારત માટે વેક્સીનને લઈને સારા સમાચાર આવ્યા છે. જાણવા મળ્યું છે કે સ્પુતનિક-વી ની પ્રથમ ખેપ હૈદરાબાદ શહેરમાં પહોંચી ગઈ છે. ભારતની મોટી ફાર્મા કંપની ડો. રેડ્ડી લેબોરેટરીને આ વેક્સીનના હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી છે.
*
*બિહારના મુખ્ય પ્રધાન પદે નીતીશ કુમાર*
નીતિશ કુમાર આજે બેસતા વર્ષના દિવસે જ બિહારના મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કરી શકે છે.બિહારની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ NDAના નેતાઓની પટનામાં મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં નીતિશ કુમાર ને મુખ્ય પ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે.
*
*દિવાળીની ભવ્ય ઉજવણી યુવકે મોઢામાં સુતળી બોમ્બ ફોડ્યો*
શહેરના પાંડેસરા વિસ્તારમાં દિવાળીને રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. જેના કારણે બેભાન થઈ ગયો હતો. મોંમાં સુતળી બોમ્બ ફોડવાની ઘટનાને લઈને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મિત્રોએ મસ્તીમાં કહ્યું ને યુવકે મોંમાં જ બોમ્બ ફોડી દીધો મોઢામાં ફ્રેક્ચર થતા ટાંકા લેવા પડ્યા
*
*પોલીસ વાહન ચેકિંગમાં 1.40 લાખનું MD ડ્રગ્સ મળ્યું*
વલસાડમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ 48 ઉપર વાઘલધરા ગામ પાસે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી.તે દરમિયાન મહારાષ્ટ્ર પાર્સીંગ વાળું એક બાઈક આવતા પોલીસે તેને રોક્યું હતું.જોકે બાઈક રોક્તાની સાથે જ પાછળ બેસેલો ઇસમ ઉતરીને નાસી છૂટ્યો હતો.જેથી પોલીસે તાત્કાલિક ચાલકને દબોચી તેની ઝડતી લેતા તેની પાસેથી 14.17 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો
*
*સાપુતારા ફરવા નીકળેલા રત્નકલાકારોની કાર ઝાડ સાથે અથડાતા તમામ ઈજાગ્રસ્ત*
સુરતથી સાપુતારા ફરવા નીકળેલા 6 રત્નકલાકારોની કારને કારે ટક્કર મારતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર તમામ રત્નકલાકાર ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોની યાદી પ્રવીણ અશોકભાઈ પ્રસાદ (21 રહે શિવ નગર કડોદરાઃ સંજય સુનિલ રતન પારખે (27 રહે ત્રિલોક સોસાયટી વેડરોડ, ડ્રાઇવર)
મોન્ટુ સન્યાસી દાસ (21 રહે સાઈ કિરણ સોસાયટી વેડરોડ) સચિનશિવ ચરણ કેથલ (25 રહે મારુતિ વિલા વેડરોડ) મિતુલ ધનસુખ દેશમુખ (24 રહે વિશ્રામ નગર વેડરોડ) અન્ય એક
*
*દ્વારકાના દરિયામાંથી શંકાસ્પદ જહાજ પકડાયું*
દ્વારકાના સલાયાનું એક માલવાહક જહાજની ઓખા દરિયામાં શંકાસ્પદ હિલચાલ લાગતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું. બાદમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે અત્યાર સુધી કોઇ અનઅધિકૃત બાબત જાણી શકાઈ નથી. પરંતુ હાલ તપાસ ચાલી રહી છે. જહાજમાંથી 13 ક્રૂ મેમ્બરની અટકાયત કરવામાં આવી છે. હાલ ઓખા કોસ્ટગાર્ડ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.
*
*BAPS સ્વામિનારાયણ મંદિરમાં નૂતનવર્ષની ઉજવણી*
શાહીબાગમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી અને નૂતનવર્ષના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહંત સ્વામીની પ્રતિકૃતિ દર્શાવતી વિશાળ રંગોળી પૂરવામાં આવી હતી અને ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
રાજ્યના વિવિધ મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો, કોરોના મહામારીના કારણે વાનગીઓની સંખ્યામાં ઘટાડો
*
*ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર ચાની કેન્ટીનમાં આગ*
ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આઈનોકસ થિયેટરની સામે આવેલી ચાની કેન્ટીનમાં રાત્રીના આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નગરપાલિકાના લાશ્કરોએ ઘટના સ્થળ ઉપર દોડી આવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
*
*3 લાખથી વધારે લોકોએ ન્યૂયોર્ક શહેર છોડી દીધું*
અમેરિકામાં ફરી હાહાકાર મચાવ્યો છે. રોજના દોઢ લાખથી વધારે સંક્રમિતો નોંધાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ચોકાવનાર વાત એ પણ બહાર આવી છે કે માર્ચથી લઈ ઓક્ટોબર વચ્ચે ત્રણ લાખથી વધારે લોકોએ ન્યૂયોર્ક શહેરને છોડી દીધું છે
*
*અમદાવાદ, હોસ્પિટલમાંથી ડેડબોડી ગાયબ*
મહાનગરપાલિકા સંચાલીત વી.એસ. હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. વીએસ હોસ્પિટલમાં એક મૃતદેહની અદલાબદલી થઇ હોવોની ઘટના બની છે. અને અંતિમ સંસ્કાર પણ થઈ ગયા. વીએસ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાંથી વેજલપુરના 69 વર્ષના મહિલાની ડેડબોડી અદલા બદલી થઈ જતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો અને ન્યાયની માંગ કરી છે.
*
*અક્ષરધામ મંદિરમાં અરવિંદ કેજરીવાલે કરી પુજા*
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અક્ષરધામ મંદિરમાં લક્ષ્મી પૂજનમાં ભાગ લીધો હતો. દિલ્હી સરકારે દિવાળી નિમિત્તે સામૂહિક દિવાળી પૂજા ઉત્સવનું આયોજન કર્યું હતું. કેજરીવાલ તેમની પત્ની સુનિતા, નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને દિલ્હી સરકારના અનેક પ્રધાનો સાથે આવ્યા છે.
*
*પાકિસ્તાનમાં હિંદુઓએ ગાઇડલાઇન્સનું પાલન કરતા ઉજવી દિવાળી*
તેમણે આગળ જણાવ્યું, “અમે આ તહેવાર ઉજવવા માટે પણ આવ્યા છે અને પેઇન્ટિંગ્સ અને કળાના માધ્યમે આનંદ લેવા માટે પણ. મને લાગે છે કે લોહીથી રમવાને બદલે, રંગો સાથે પોતાના તહેવારો ઉજવવું બહેતર છે આ અવસરે કરાચીના સ્વામીનારાયણ મંદિરને પણ શણગારવામાં આવ્યા હતા.
*
*આજથી શિર્ડી સાંઈ મંદિરના દર્શન ખોલવાનો નિર્ણય*
મુંબઈ મહારાષ્ટ્ર સરકારે આજથી તમામ ધર્મ સ્થળો ખોલવાનો નિર્ણય લીધો હોવાથી ભક્તોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શિર્ડીના સાંઈબાબાનું મંદિર ૧૭ માર્ચથી બંધ હતું. સરકારના મંદિર ખોલવાના નિર્ણય
*
*મુંબઈ બજારમાં દિવાળીમાં ડ્રાયફ્રૂટ્સનો કરોડોનું વેચાણ*
બજારમાં ૧૦ દિવસમાં ૩૭૦૦ ટન સૂકા મેવાનો વેપાર થયો લોકોએ ધૂમ ખરીદી કરીસામાન્ય રીતે લોકો દિવાળીમાં જાતજાતની મીઠાઈઓ ખાઈને આ તહેવારની ઉજવણી કરે છે, પરંતુ આ વર્ષે લોકોએ મીઠાઈને બદલે ડ્રાયફ્રૂટ્સની પસંદગી કરી હોવાનું જાણવા મળ્યું છે.
*
*લંડનમાં બે ટાવર વચ્ચે ઝૂલતો સ્વિમિંગપૂલ તૈયાર થવાનો છે*
લંડનમાં બે બિલ્ડીંગ-ટાવર્સની વચ્ચે ૧૧૫ ફુટ ઊંચે ઍક્વેરિયમ સ્ટાઇલનો સ્વિમિંગ-પૂલ – સ્કાય પૂલ બંધાઈ રહ્યો છે.લંડનમાં બે બિલ્ડીંગ-ટાવર્સની વચ્ચે ૧૧૫ ફુટ ઊંચે ઍક્વેરિયમ સ્ટાઇલનો સ્વિમિંગ-પૂલ સ્કાય પૂલ બંધાઈ રહ્યો છે. મોબાઇલ ક્રેન્સ વડે ઉપાડીને ઊંચાઈ પર ગોઠવવાની કામગીરી ગયા સપ્ટેમ્બરમાં પૂરી થઈ છે
*
*મુંબઈ સિદ્ધિ વિનાયકના દર્શન આજથી થઈ શકશે*
મહારાષ્ટ્ર સરકારે આજથી મુંબઈ અને મહારાષ્ટ્રના બધાં ધાર્મિક સ્થળોને ખોલવાની પરવાનગી આપતા લોકોમાં હર્ષાલ્લાસ ફેલાયો છે. આની સામે જુહુના ઇસ્કૉન અને ચોપાટી પાસે આવેલા બાબુલનાથ મંદિરની જેમ અનેક મંદિરો આજથી ખૂલશે કે નહીં એ બાબતે હજી અસમંજસ પરિસ્થિતિ છે.
*
*રિઝર્વ બેંકે પંજાબ નેશનલ બેંકને 1 કરોડનો દંડ ફટકાર્યો*
નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સરકારે બેંક પંજાબ નેશનલ બેંક પર જબરો દંડ લાગ્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ પંજાબ નેશનલ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચૂકવણી અને નિપટારા પ્રણાલી કાનૂનના ઉલ્લંઘન મામલામાં પીએનબી પર આ દંડ ફટકાર્યો છે
*
*ભગવાન બદ્રીનાથનું ધામ મેરી ગોલ્ડના ફુલોથી સજ્જ થયુ*
દીપાવલી નિમિત્તે બદ્રીનાથ ધામ મંદિરને ભવ્ય રીતે મેરીગોલ્ડના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ સાથે જ દરવાજા બંધ કરવાની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે બદ્રીનાથ ધામને 12 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યા છે.
*
*મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના નાગરિકોને પાઠવી દિવાળીની શુભકામના*
ગાંધીનગર, કોરોનાકાળ વચ્ચે દિવાળી પર્વની શરૂઆત થઈ ચુકી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયોના માધ્યમથી રાજ્યના નાગરિકોને દિવાળીની શુભકામના પાઠવી છે.રૂપાણીએ જણાવ્યુ હતુ કે, દિવાળીનું પર્વ તમામ લોકોના જીવનમાં ખુશી લાવે. આપણે કોરોનાની મહામારી વચ્ચે દિવાળીના પર્વની ઉજવણી કરવાની છે.
*
*બસ નદીમાં પડતા નવી મુંબઈના પાંચ વ્યક્તિના મૃત્યુ*
મુંબઈ વાશીમાં રહેતા એક જ પરિવારના સભ્યો પિકનિક મનાવવા ગોવા જઈ રહ્યા હતા સાતારા જિલ્લાના કરાડ શહેર નજીક આવેલી એક સૂકી નદીના પટમાં એક બસ ખાબકતાં એમાં પ્રવાસ કરી રહેલા એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ થયા હતા
*
*ચેક રીટર્ન કેસમાં આરોપી પુત્રને નિર્દોષ છોડવા હુકમ*
સુરત, બે વર્ષ પહેલાં ઉધાર માલના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપી માતા-પુત્ર પૈકી આરોપી માતાને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સંજયકુમાર મકવાણાએ દોષી ઠેરવી એક વર્ષની કેદ તથા ફરિયાદીની લેણી રકમ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.જ્યારે આરોપી પુત્રની નકારાયેલા ચેક પર સહી ન હોઈ કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે