*સુરતમાં ચેક રિટર્નના કેસમાં શ્રીજી ફેશનના સંચાલક આરોપીને અદાલતે 2 વર્ષની કેદ*

શહેરમાં ત્રણેક વર્ષ પહેલાં એમ્બ્રોડરી વર્કના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા શ્રીજી ફેશન્સના આરોપી સંચાલકને થર્ડ એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવી બે વર્ષની કેદ, 4.50 લાખ નો દંડ તથા દંડ ન ભરે તો વધુ છ મહીનાની કેદની સજા ફટકારી છે. વરાછા કમલ પાર્કમાં રહેતા તથા જસીમલ હક્કના નામે એમ્બ્રોડરીનો ધંધો કરતાં ફરિયાદી જસીમુલ હક્ક પાસે વર્ષ-2017 દરમિયાન રીંગરોડ મિલેનિયમ માર્કેટમાં શ્રીજી ફેશનના આરોપી સંચાલક કમલેશ ડાંગીએ ઉધારમાં આર્ટ સિલ્ક પર એમ્બ્રોડરી વર્ક કરાવ્યું હતુ.જેના પેમેન્ટ પેટે આરોપી કમલેશ ડાંગીએ આપેલા 2.25 લાખના ચેક રીટર્ન થતાં કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.