જગત જનની મા ઉમિયાના આસ્થાના કેન્દ્ર વિશ્વઉમિયાધામ મંદિર જાસપુર- અમદાવાદ ખાતે આજે રવિવારને 15/11/20ના રોજ ભવ્ય અન્નકુટના દર્શનનું આયોજન કરાયું હતું. જેમાં 200થી વધુ વાનગીઓ સાથે જગત જનની મા ઉમિયાને અન્નકુટ ધરાવાયો હતો. સવારે 7.30 કલાકથી 5.30 કલાક સુધી અન્નકુટના દર્શનનો લાભ મા ઉમિયાના ભક્તોએ લીધો હતો. બપોરે 11.30 કલાકે જગત જનની મા ઉમિયાની રાજભોગ આરતી કરાઈ હતી.
*અન્નકુટ દર્શનની વિશેષતાઓ*
* જગત જનની મા ઉમિયાને 200થી વધુ વાનગીઓનો રાજભોગ ધરાવાયો
* માતાજીને ધરાવાયેલાં રાજભોગમાં 500 કિલો મીઠાઈ અને ફરસાણનો સમાવેશ
* માતાજીને વિશિષ્ટ રૂપે 24 કેરેટ સોનાના વરખ વાળી સુરતી ઘારીનો ભોગ ધરાવાયો
* સોનાના વરખ વાળી ઘારીની 1 કિલોની કિંમત 11 હજાર રૂપિયા છે
* બપોરે 11.30 કલાકે અન્નકુટ દર્શનની રાજભોગ આરતીનું આયોજન
*આભાર સહ*
*ધવલ માકડિયા*
*મીડિયા કમિટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન*
*9428158109*