કંધમાલ સંસદીય મત વિસ્તારના સાંસદ અને કે.આઈ.આઈ.ટીના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતા ભારતીય વૉલીબૉલ સંઘ (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા. તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના આ સર્વોચ્ચ પદ માટે ચૂંટાનારા ઓડિશાના પહેલા વ્યક્તિ છે. હવે પ્રોફેસર સામંતાને ઓલંપિક એસોસિએશન ઑફ ઈન્ડિયાના સભ્ય બનવાનો અધિકાર મળ્યો છે. આ ન માત્ર ઓડિશા વૉલીબૉલ એસોસિએશન માટે એક મહાન સમ્માન છે પરંતુ ઓડિશા માટે પણ ગૌરવની વાત છે. ઓડિશા વૉલીબૉલ એસોસિએશને પ્રોફેસર સામંતાને આ સિદ્ધી માટે અભિનંદન આપ્યા. સાથે જ ભવિષ્યમાં કરવામાં આવનાર પ્રયાસો માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. પ્રોફેસર સામંતા ઉપરાંત પંજાબના રાજ કુમારને કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. જ્યારે 9 અન્યને વી.એફ.આઈ. (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા)ના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. રાજસ્થાનના અનિલ ચૌધરી વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના મહાસચિવ તરીકે બિનહરીફ ચૂંટાયા. નવી ચૂંટાયેલી આ બોડીનો કાર્યકાળ 2020થી 2024 સુધી છે. પ્રોફેસર સામંતાએ તેઓને અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાનો આભાર માન્યો. પ્રોફેસર સામંતાએ કહ્યું કે તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાને એક નવી ઉંચાઈઓ પર પહોંચાડવા પ્રયાસ કરશે
Related Posts
*પાટણના ખોડાભા હોલ ખાતે સતત ત્રીજા વર્ષે પણ હેરિટેજ ગરબા – 2024નું ભવ્ય આયોજન કરાશે..*
*પાટણના ખોડાભા હોલ ખાતે સતત ત્રીજા વર્ષે પણ હેરિટેજ ગરબા – 2024નું ભવ્ય આયોજન કરાશે..* એબીએનએસ પાટણ: પાટણના ખોડાભા…
દેશની દિવ્યાંગ તબીબ દીકરીને સલામ દેહથી દિવ્યાંગ પણ મનથી મક્કમ ડૉ. મોહિની ૬૦ દિવસથી કોવિડ હોસ્પિટલ પર ફરજ બજાવી રહ્યા છે.
અમદાવાદ: જન્મના એક વર્ષના સમયગાળા બાદ પોલીયોગ્રસ્ત થવાનાં કારણે શારીરિક દિવ્યાંગતા જરૂર આવી પરંતુ માનસિક વિકલાંગ ક્યારેય બની નથી. જીવનના…
મતદાર યાદી સુધારણા કાયઁકૃમ* આગામી ચૂંટણી પહેલાં એક તક..
*મતદાર યાદી સુધારણા કાયઁકૃમ* આગામી ચૂંટણી પહેલાં એક તક.. *તા. ૨૨-૧૧-૨૦૨૦ ( રવિવાર )* *તા. ૨૯-૧૧-૨૦૨૦ ( રવિવાર )* *તા.…