5 આરોપીઓની ધરપકડ કરી એમની પાસે 4.68 લાખ રૂ. રોકડા તથા 1.50 લાખની બાઈક મળી કુલ 6.18 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો.
લૂંટ 8.8 લાખની ભાગ પાડી જમીનમાં દાટ્યા, ઘરમાં અને ઘરના વાડામાંથી છુપાવેલ મુદ્દામાલ કબજે લેવાયો.
બાકી રહેલ 1.89 લાખની રિકવરી માટે રિમાન્ડ લઈ પૂછતાછ હાથ ધરાશે.
તલવારના ઘા મારી લૂંટ કરનાર 2 સ્થાનિક અને મહારાષ્ટ્રના 3 લૂંટારૂઓ મળી કુલ પાંચની ધરપકડ.
લૂંટ ના નાણામાંથી એક આરોપી નવો બાઈક લઈ આવ્યો,તો બીજાએ પત્નીને મંગળસૂત્ર લાવી આપ્યું.
પોલીસે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા.
રાજપીપળા ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી.
રાજપીપળા,તા.15
નર્મદા જિલ્લાના ચિકદા ખાતે આવેલ એસાર કંપનીનાવેદાંત ફિલિંગ સ્ટેશન પેટ્રોલ પંપની આવક રૂ. 8,08,000/-ની રકમ બેંકમાં જમા કરાવવા જતી વખતે કેશિયરનો પીછો કરી ચિકદા પેટ્રોલ પંપ પાસેથી તલવારની અણીએ તેની ગંભીર ઈજા કરી સનસનાટી ભરી કરેલ લૂંટ પ્રકરણનો ભેદ ઉકેલવામાં એલસીબી નર્મદા પોલીસને સફળતા મળી. આ લૂંટની તપાસ પોલીસે નજીકના જાણભેદુ હોવાની સંભાવનાઓ વચ્ચે શરૂ કરી જેમાં નર્મદા એલસીબી ટીમોએ ટેકનિકલ સર્વેના આધારે તપાસ હાથ ધરી હતી.આ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ ડ્રેસિંગ કરી સાથે બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા છે.જેમાંના ગુનામાં સંડોવાયેલા બે સ્થાનિક અને મહારાષ્ટ્રના 3 લૂંટારાઓ મળી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 4.68 લાખ રૂ. રોકડા તથા 1.50 લાખની બાઈક મળી કુલ 6.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
જ્યારે બાકીના લૂંટ 1.89 લાખની રિકવરી માટે રિમાન્ડ લઇ પૂછતાછ હાથ ધરાશે. જેમાં કેશિયરને લૂટી 8 લાખ પાંચ ભાગ પાડી જમીનમાં દાટ્યા હતા અને ઘરના વાડામાં તથા ઘરમાં છુપાવેલ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. આઠ લાખની ચોરીમાં તમામ ના ભાગે જે આવેલ રૂપિયા વહેંચી લીધા હતા.અને પાંચ ભાગે રૂપિયા વહેંચી લીધા હતા.તેમાંથી એક આરોપી નવું બાઈક લઈ આવ્યો અને બીજાએ પત્નીને મંગળસૂત્ર લાવી આપ્યું. હોવાની હકીકત બહાર આવી હતી.પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત હજુ 1.89 લાખની રિકવરી હજુ બાકી છે.પોલીસે પાંચેય અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા છે. આ અંગે રાજપીપલા ખાતે જીલ્લા પોલીસ વડા હિંમકરસિંહ અને એલસીબી પીઆઇ એ.એમ.પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી..
વધુમાં તેમણે જણાવ્યું હતું કે તા.27/10/20ના રોજ લૂંટનો બનાવ બન્યો હતો.આ ગુનાના કામે ચીકદા ખાતે આવેલ એસ્સાર કંપનીના વેદાંત ફિલિંગ સ્ટેશન પેટ્રોલ પંપની આવક રૂ.808000ની ફરિયાદી સુરત કો ઓપરેટિવ બેંકના જમા કરાવવા જતા હતા.દરમિયાન આ કામના આરોપીઓએ ફરિયાદીનો પલ્સર મોટરસાયકલ ઉપર પીછો કરી ફરિયાદીના માથાના ભાગે હોકી સ્ટ્રીક મારી રોકડા રૂપિયાની લૂંટ કરી નાસી જઇ નાસી ગયેલ. ત્યારબાદ આ ગુનાની તપાસના કામે ટેકનિકલ સર્વેલન્સ આધારે પો. ઇન્સ.એલસીબી તથા પો.સ.ઈ એલસીબી તથા એલસીબીના ટીમ અને એ.આર. ડામોર દેડીયાપાડા તથા દેડીયાપાડા પોલીસ ટીમ મારફતે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ કરી નીચે મુજબના આરોપીઓની અટક કરી તમામ પાસેથી ગુનાના કામ નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
જેમાં સુભાષભાઈ જેસીંગભાઇ વસાવા( રહે હરીપુરા તા.ઉમરપાડા જી. સુરતના પાસેથી તેના ઘરની પાછળ વાડામાં સંતાડેલો રોકડા રૂ 1, 70, 000/- હજાર કબજે લીધા છે. તથા અજયભાઈ મનજીભાઇ વસાવા (રહે,જરગામ દેડીયાપાડા નાઓ પાસેથી તેના ખેતરમાં સંતાડેલ રોકડા રૂ.78, 800/- તેમજ ગુનામાંવાપરવામાં આવેલ સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ જીજે 22 એ 3092 કબજે કરવામાં આવી છે.જ્યારે રવિન્દ્ર નટવરસિંહ પાડવી (રહે,નાલા તા.અકલકુવા જી. નંદુરબાર ના પાસેથી તેના રાખેલ રોકડા રૂ. 150000 /-રિકવર કરી કબજે કરવામાં આવેલ છે.મોતીલાલ ઉર્ફે મોન્ટુ નટવરસિંહ પાડવી( રહે, નાલા તાઅકલકુવા જી.નંદુરબાર પાસેથી તેના ઘરમાં રાખેલ રોકડા રૂપિયા 70,000 તથા બજાજ પલ્સર મોટરસાયકલ જીજે 26 એએ 6124 મોટરસાયકલ ઉમેદસિંહ ગોવિંદસિંહ પાડવી( રહે કાઠી મુલગી, તાઅકલકુવા જી. નંદુરબાર ના પાસેથી લૂંટના પૈસા થી ખરીદેલ પલ્સર મોટરસાયકલ કિંમત રૂ.140000/-રિકવર કરી કબજે કરવામાં આવી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા