ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમ ગઢડામાં અન્નકૂટ મહોત્સવ કર્યો હતો.
નવા વર્ષે હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં નવા ધાન્યથી ભગવાનની વિવિધ પ્રકારના ભોગ બનાવી છપ્પનભોગનું મહા મહોત્સવ ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે.
પોઇચા ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ ધામ માં પણ ભવ્ય અન્નકૂટ ના દર્શન કરવા ભક્તોની ભીડ જામશે.
રાજપીપળાતા.15
રાજપીપળા ખાતે નૂતન વર્ષ હરસિધ્ધિ માતા મંદિરે અન્નકૂટના દર્શન માટે ખુલ્લું મુકાશે બેસતા વર્ષે હરસિધ્ધિ મંદિર વિધિવત પૂજન કરી આરતી કરી અન્નકૂટની પ્રસાદી ધરાવવામાં આવશે. નવા વર્ષે અન્નકુટના દર્શનનો વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી મંદિરના પુજારી દ્વારા ભક્તોને આપેલા પ્રસાદી પકવાનોનો ભોગ ધરાવી માતાજીની આરતી કરીને અન્નકૂટ રાખવામાં આવે છે. દર વર્ષની જેમ પરંપરાગત રીતે હરસિધ્ધિ મંદિરે અને રાખવામાં આવે છે.ભક્તોએ અન્નકૂટના દર્શન કરી અન્નકૂટના પ્રસાદીનું વિતરણ કરાશે.
એ ઉપરાંત રાજપીપળા ખાતે આવેલ સ્વામિનારાયણ વિદ્યાલયમાં આવેલ ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં પણ અન્નકૂટ રાખવામાં આવ્યો છે.સિદ્ધેશ્વર સ્વામીજી તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં નૂતન વર્ષના ભગવાન સ્વામિનારાયણ અને સુંદર વસ્ત્રો,ઘરેના પહેરાવી ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે. સિદ્ધેશ્વર સ્વામીજીના જણાવ્યા અનુસાર ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત લક્ષ્મીનારાયણ દેવની આરતી ઉતારી અન્નકૂટનો વિધિવત પૂજન કર્યા બાદ હરિભક્તોને પ્રસાદીનું વિતરણ કરાશે.
સિદ્ધેશ્વર સ્વામીજીના જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમ ગઢડામાં અન્નકૂટ મહોત્સવ કર્યો હતો. નવા વર્ષે હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં નવા ધન્ય થી ભગવાનને વિવિધ પ્રકારના ભોગો બનાવી નૂતન વર્ષના પ્રારંભે 56 ભોગનો મહા મહોત્સવ ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે.અને ઇન્દ્રનો ગર્વ ઉતારવા ભગવાન કૃષ્ણએ ગોવર્ધન નારાયણની પૂજા કરી ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉજવ્યો હતો. અને ભગવાન કૃષ્ણે જે પરંપરા ચાલુ કરી હતી,તે પરંપરા આજે પણ હિંદુ સનાતન ધર્મમાં ચાલે છે.
છેલ્લા 21 વર્ષથી રાજપીપળામાં સ્વામિનારાયણ વિદ્યાલય માં અન્નકૂટ મહોત્સવ કરવામાં આવે છે. આ વર્ષે પણ અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવશે.જ્યારે નર્મદા તટે આવેલ પોઇચા ભગવાન સ્વામિનારાયણના નીલકંઠ ધામમાં પણ ભવ્ય અન્નકૂટ રખાતા અન્નકૂટના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકાશે.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા