જાણો શા માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં રસી લેશે

જાણો શા માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં રસી લેશે

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મારક રસી આપવા માટે અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. આ માહોલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને પણ કોરોના વાયરસની મારક રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. એ સમયે વડાપ્રધાન મોદી પણ રસી લેશે. એમની સાથોસાથે રાજ્યના મુખ્યમંત્રીઓ પણ રસી લેશે.

રસીના મુદ્દે યોજાયેલી એક બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મુંઝાવાની જરૂર નથી. જે લોકોની ઉંમર 50 વર્ષથી ઉપર છે એ તમામને બીજા તબક્કામાં રસી આપવામાં આવશે. એવામાં જે સાંસદ-ધારાસભ્યોની ઉંમર 50થી વધારે છે એમને બીજા તબક્કામાં કોરોના વાયરસની રસી આપવામાં આવશે. દેશમાં અત્યારે કોરોના વાયરસની મારક રસીના અભિયાનનો બીજો તબક્કો ચાલે છે. જે અંતર્ગત 7 લાખથી વધારે આરોગ્ય કર્મચારીઓએ પ્રથમ તબક્કામાં રસીનો ડોઝ લઈ લીધો છે. આરોગ્ય કર્મચારીઓનો તબક્કો પૂર્ણ થયા બાદ બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. હાલમાં પણ જુદા જુદા રાજ્યની સરકારી હોસ્પિટલમાં રસી મૂકવામાં આવી રહી છે. જ્યારે બીજા તબક્કામાં સૈન્યના જવાનો, અર્ધલશ્કરી દળ તથા 50 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે. જોકે, એ વાત હજું સ્પષ્ટ નથી કે, રસી માટેના અભિયાનનો બીજો તબક્કો ક્યારે શરૂ થશે. પણ બીજા તબક્કાની ગાઈડલાઈન્સ નક્કી કરી દેવામાં આવી છે. જેમાં વડાપ્રધાન મોદી સહિત મોટાભાગના રાજયના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ સહિત અનેક VVIPને આવરી લેવાશે. જે તે સેન્ટર પરથી એમને રસી આપવામાં આવશે. આવું એટલા માટે કારણ કે, એ તમામ લોકોની ઉંમર 50થી વધારે છે.

કેન્દ્ર સરકાર તરફથી એવું જાણવા મળ્યું હતું કે, ક્યા સેશનમાં કઈ રસી આપવાની છે એ જે તે રાજ્યની રાજ્ય સરકાર પર નિર્ભર કરે છે. અત્યાર સુધીમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બંને એવા રાજ્ય છે જ્યાં લક્ષ્યાંકને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. જ્યારે દિલ્હી, પંજાબ સહિત અનેક એવા રાજ્ય છે જ્યાં આરોગ્ય કર્મચારી ટીકાથી બચી રહ્યા છે. આવા કર્મચારીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. આપણા દેશમાં કોરોના વાયરસની મારક રસીની બે મુખ્ય રસીને મંજૂરી આપી દેવામાં આવી છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન. આ સિવાય પણ ચાર અન્ય રસી પર કામ ચાલું છે. થોડા દિવસ પહેલા એક નેસલ વેક્સિનને પરીક્ષણ માટેની મંજૂરી મળી હતી. ભારતમાં કોરોના વાયરસનાા કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. જ્યારે આઠ મહિના બાદ મૃત્યઆંકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.