*ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિર ઝગમગી ઉઠ્યુ*

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ ખાતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. 10 હજાર દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા. અક્ષર ધામ મંદિર અને પરિસર દીવડાઓના જગમગાટથી સજી ઉઠ્યુ હતુ. દિવાળીનું પર્વ અંધારથી ઉજાશમાં લઈ જવાનું મહત્વ ધરાવે છે. ત્યારે અક્ષરધામ દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યુ છે.