ચૌદમાં સ્વપ્નમાં ત્રિશલાદેવી નીર્ધૂમ પ્રજ્જ્વલિત અગ્નિને જુએ

👆સ્વપ્ન-14
〰〰〰〰〰
🎋તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં નિર્ધૂમ-ધૂમાડા વગરની અગ્નિને જુએ છે
➖➖➖➖➖
તે અગ્નિથી શિખાઓ ઉપરની તરફ ઊઠી રહેલ હતી. તે સફેદ ઘી અને પીળા મધથી પરિસિંચિત હોવાને કારણે ધૂમાડા વગરની દેદીપ્યમાન, ઉજ્જ્વળ જ્વાળાઓથી મનોહર હતી.

તે જ્વાળાઓ એક બીજામાં મળેલી દેખાતી હતી. તેમાં કેટલીક જ્વાળાઓ મોટી હતી. તે એવી રીતે ઊછળી રહી હતી જાણે કે આકાશને હમણાં પકડી પાડશે એમ દેખાતી હતી.

તે જ્વાળાઓના અતિશય વેગના કારણે તે અગ્નિ ઘણો ચંચળ હતો.

એ રીતે ચૌદમાં સ્વપ્નમાં ત્રિશલાદેવી નીર્ધૂમ પ્રજ્જ્વલિત અગ્નિને જુએ છે.

સૂચકઅન્ય તેજસ્વીઓના તેજને દૂર કરનાર પુત્રને સૂચવનાર