*એ.સી.બી.ની સફળ ટ્રેપ*
*ફરીયાદી* : એક જાગૃત નાગરિક
*આરોપી* : (૧) હિરલબેન નવીનચંદ્ર ધોળકીયા, તલાટી – પાલનપોર ગામ અને ચાર્જમાં અડાજણ ગામ, વર્ગ- ૩, રહે. મકાન નં. ૬, હરિકુંજ – ૨, નાના વરાછા, સુરત
(૨) કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ) રહે. માસ્તર ફળીયું, જુનાગામ, તા.ચોર્યાસી, જી.સુરત.
*ગુનો બન્યા* : તા.૧૩/૧૧/૨૦૨૦
*લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૧,૦૦૦/-
*લાંચ સ્વીકારેલ રકમ* : રૂપિયા ૧,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૧,૦૦૦/-
*ગુનાનુ સ્થળ* : સીટી તલાટી ની ઓફિસ, અડાજણ ગામ, દાળીયા સ્કુલની બાજુમાં, સુરત શહેર
*ગુનાની ટુંક વિગત* : આ કામના ફરીયાદીના મિત્રનું પેઢીનામું બનાવવાનું હોય, જે માટે ફરીયાદી અડાજણ ગામ સીટી તલાટીની ઓફીસે જતા આ કામ આરોપી નં. (૨) નાઓએ ફરીયાદીના મિત્રનું પેઢીનામું બનાવવી આપવા પ્રથમ રૂપિયા ૧,૫૦૦/- નક્કી કરેલ અને રકઝકના અંતે રૂપિયા ૧,૦૦૦/- લાંચની રકમ આપવાના નક્કી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આ કામના આરોપી નં.(૨) નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી નં. (૧) નાઓએ સમંતિ આપી, આરોપી નં. (૨) નાઓએ આ લાંચની રકમ સ્વીકારી આરોપી નં. (૧) અને (૨) નાઓએ એકબીજાની મદદગીરી કરી ગુનો કર્યો વિગેરે બાબત.
*નોંધ* : ઉપરોક્ત બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
*ટ્રેપીંગ અધિકારી* : શ્રી એસ.એન. દેસાઇ, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ
*સુપર વિઝન અધિકારી* શ્રી બી.જે.સરવૈયા, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત