પ્રદૂષણ ફેલાવતા ફટાકડા ફોડવા પર મૂકાયેલા પ્રતિબંધથી નર્મદા જિલ્લામાં વેચાણકર્તાઓમાં ચિંતાનું મોજુ.

માત્ર 2 કલાક જ ફટાકડા ફોડવાની પરવાનગી થી રાજપીપળાવાસીઓ ચિંતીત.
ચીનના ફટાકડા પર પ્રતિબંધ છે, સહકારી મંડળીઓએના ફટાકડા તમિલનાડુ થી મંગાવ્યા પણ સરકારના પરિપત્રથી ટેન્શન.
રાજપીપળા, તા. 9
ગુજરાત સરકાર દ્વારા તા. 8 થી 22 નવેમ્બર સુધીમાં માત્ર 2 કલાક જ ફટાકડા ફોડવા ની પરવાનગી આપી છે આ સાથે ફટાકડામાં આકાશમાં પ્રદુષણ ફેલાવતી આતશબાજી અને આકાશ માં જઈને ફૂટતા બોમ્બ પર પ્રતિબંધ મૂક્યો છે જેને લઇને ફટાકડાના વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાયું છે ગણતરીના ચાર દિવસ દિવાળીના બાકી છે. ત્યારે હજુ સુધી માર્કેટમાં માંડ 20 ટકા જેટલી ખરીદી શરૂ થઈ છે. ચાઈનીઝ પ્રોજેક્ટનો બહિષ્કારના કારણે સહકારી મંડળીઓ દ્વારા ફટાકડાનો મોટો જથ્થો મંગાવ્યો છે. ત્યારે તેના વિચારને લઈને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
રાજપીપળા શહેરના વિવિધ વિસ્તારોમાં તથા પબ્લિક ગાર્ડનમાં ફટાકડા નું વેચાણ થતું હોય છે.આ સાથે જ કોરોનામ કારણે આ વખતે છેલ્લે છેલ્લે ફટાકડાના સ્ટોલ ખોલવા માટે પરવાનગી મળી છે. ત્યારે શહેરી વિસ્તારના વિક્રેતાઓ દ્વારા પણ ફટાકડાનો અંદાજિત સ્ટોક કરી દેવામાં આવ્યો છે. એવામાં રાજ્ય સરકારની અટપટી ગાઇડલાઈના કારણે વેપારીઓમાં અને મંડળીઓમાં પણ ચિંતા વધી છે. આ અંગે વેપારીઓ જણાવે છે કે ઘણી સહકારી મંડળીઓ ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરી ચાલુ વર્ષે સંપૂર્ણ સ્વદેશી કંપનીઓના ફટાકડા વેચવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ સરકારના ફટાકડા છોડવાની પરવાનગી માટે જાહેર કરેલા સર્ક્યુલર થી ગેરસમજ થઈ છે.જેના કારણે પણ હજુ સુધી લોકો ખરીદી કરી રહ્યા નથી. વધુમાં મર્યાદિત વેપારની આશંકાએ વેપારીઓએ આ વખતે મોંઘી આતશબાજીનો સ્ટોક કર્યો નથી. તેથી લોકોની દિવાળી ફીકી જશે તેમ જણાય છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા