આશરે 80 જેટલા સફાઈ કર્મચારીઓ (કોરોના વોરિયર્સ)નો વેતન ચૂકવવાનાં મુદ્દે આક્રોશ.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસએમએસ હોસ્પિટલ આવેલ છે, જેના માલીક પૂર્વેશ શાહ છે, આ હોસ્પિટલને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓ ના ઇલાજ માટે પરવાનગી મળેલ છે, અહિયાં વર્ગ 4 માં કામ કરનાર આશરે 80 જેટલા સફાઈ કર્મચારીઓ (કોરોના વોરિયર્સ) ને પ્રતિદિન 08 કલાક ને બદલે 12 કલાક કામ લેવામા આવે છે અને તેના વળતર પેટે ફકત 250 રૂપિયા વેતન ચૂકવવામાં આવે છે, જયારે રાજય સરકાર ની ગાઇડલાઇન છે કે કોરોના હોસ્પિટલ ખાતે ફરજ બજાવનાર તમામ સફાઈ કર્મચારીઓ (કોરોના વોરિયર્સ) ને રોજના 08 કલાકના કામની સામે 500 રૂપિયા વેતન ચૂકવવુ, તદઉપરાંત તેઓના કેટલાક પાયાના મુદ્દાની વાજબી માંગણીઓ લઈને તમામ કર્મચારીઓ (કોરોના વોરિયર્સ) છેલ્લા 02 દિવસથી હડતાલ પર બેસેલ છે.,
તેઓના હક્ક અને અધિકારના આ આંદોલનનું પ્રતિનિધીત્વ તેઓએ સર્વ સંમતિથી ટીમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ને સોંપેલ હોઇ, અમો સંગઠનના આગેવાન, જગદીશ ચાવડા, કેતુલ કાપડીયા તથા અન્ય સાથીઓ દ્વારા તેમના આ વાજબી આંદોલનને સમર્થન આપેલ છે.,
આજ 3 દિવસ પુર્ણ થઈ ગયેલ હોવા છતાય હોસ્પિટલના માલીક દ્વારા કોઈજ હકારાત્મક જવાબ ના આપતા અમો આંદોલનના પ્રતિનિધિ તરીકે આપ તમામ મિડિયાને નમ્ર વિનંતી સહ અરજ કરીએ છીએ કે, આપ એસએમએસ હોસ્પિટલના માલીક તથા મેનેજમેન્ટ સાથે વાર્તાલાપ કરો અને તમામ સફાઈ કર્મચારીઓ (કોરોના વોરિયર્સ) ને સરકારશ્રી દ્વારા કોવીડ19 અંતર્ગત જે ઠરાવ કરેલ ગાઇડલાઇન છે તે મુજબનું વેતન તત્કાલ ચૂકવવામાં આવે તેવી કડક રજુઆત કરો., અને સાથોસાથ અહીંયા રૂબરૂ મુલાકાત લઈને એમના પ્રશ્નોને આપના મિડિયા પાવર દ્વારા વાચા આપો..

આપના હકારાત્મક જવાબની રાહ જોઇને બેસેલ તમામ સફાઈ કર્મચારીઓ વતી..,

આભાર સહ,
જગદીશ ચાવડા
9904280043
(સહ કન્વીનર)
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ